સુરત APMCએ સરકારી જમીન ઉપર 5 સ્ટાર હોટેલ બનાવી ભાડે આપી દીધી
- યાર્ડની જમીન ઉપર બનેલા કૃષિમોલમાં જવેર્લ્સ, સાડીની દુકાનો, ટ્યુશન કલાસીસ, હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી
ગુજરાત હાઇકોર્ટમાં સુરતથી એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. આ અરજીમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારે સુરતમાં માર્કેટ યાર્ડ માટે આપેલ જમીન પરAPMC કમિટીએ એક ફાઈવસ્ટાર હોટેલ બનાવી ખાનગી કંપનીને લીઝ ઉપર આપી દીધી છે. આવી કોઈ સત્તાAPMC પાસે નથી. સરકારેAPMC ને 90 કરોડની 20 હજાર સ્ક્વેર યાર્ડ જેટલી જમીન આશરે 35 વર્ષ પહેલાં એગ્રીકલ્ચર માર્કેટ માટે આપી હતી. જે માર્કેટનેAPMC કમિટીએ અન્ય જગ્યાએ ખસેડીને સરકારી જમીન ઉપર એક બિલ્ડિંગ બનાવ્યુ હતુ. બાદમાં આ બિલ્ડિંગ હોટેલ શિલ્પિસ પ્રાઇવેટ લિમિટેડને દર વર્ષે 3 કરોડના ભાડા ઉપર આપી દીધી હતી. જેથી, હવે અહીં ફાઈવ સ્ટાર હોટેલ છે.
કોર્ટે આ મુદ્દે કહ્યું હતું કે, જો નવી જગ્યાએ માર્કેટ યાર્ડ ખસેડ્યું હોય તો સરકારની માલિકીની જૂની જગ્યા પાછી આપી દેવી જોઈએ. આ મુદ્દે અરજદારે રાજ્ય સરકારને પણ રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓ તરફથી હાઇકોર્ટમાં ઙઈંક પડતર હોવાથી પગલાં લેવાનું પડતું મૂક્યું હતું. ફક્ત આટલું જ નહિ અરજદારે કહ્યું હતું કે,APMC માર્કેટની જમીન ઉપર જે કૃષિ મોલ બનાવ્યો છે. તેમાં જ્વેલરીની, સાડીની દુકાનો અને ટ્યુશન ક્લાસીસ પણ ચાલે છે. કોર્ટે અગાઉ વ્યંગમાં કહ્યું હતું કે, સોનું-ચાંદી ખેતપેદાશોમાં આવે તેની અમને પણ ખબર નહોતી ! આ બધી પરમિશન ઓથોરિટીએ આપી હોવાથી કોર્ટે આવા અધિકારીઓ સામે પણ પગલાં લેવાની વાત કરી હતી. રાજ્ય સરકાર પોતાની ભૂલ સુધારે નહિતર કોર્ટ પગલા લેવા આદેશ આપશે.
આજે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાઈ હતી. અરજદારે જણાવ્યું હતું કે, ફાઇવસ્ટાર હોટલ બનાવવા માટે 98 કરોડ રૂૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માટે માર્કેટ કમિટીના ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકાર તેમને છાવરી રહી છે. આથી કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકારે પોતાની પ્રોપર્ટી પરત લઈને તેની હરાજી કરીને પૈસા પરત મેળવવા જોઈએ. આવું કાર્ય કરનારા વ્યક્તિ સામે પગલાં લેવા જોઈએ.
કોર્ટે સમક્ષ એવી દલીલ કરવામાં આવી હતી કે, આ ટ્રેડ વધારવા માટનો પ્રયત્ન છે. તે જમીન ઉપર કૃષિ મોલ પણ બનાવવામાં આવ્યો છે. વેપારીઓ અનેAPMC ના સભ્યો હોટલની અંદર રોકાઈ શકે છે. જોકે, કોર્ટે આવી દલીલો ફગાવી દેતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં પણ બેન્ક આવેલી છે પરંતુ, તે લોકોના કામ માટે છે. તેને લીઝ ઉપર આપી શકાય. ઝેરોક્ષ મશીન માટે પણ દુકાન ભાડે આપી શકાય પરંતુ, ફાઇવસ્ટાર હોટલ બનાવી શકાય નહીં.
જો હોટલને ડિમોલિશ કરાય તો પૈસાનો વ્યય થશે. કૃષિ મેગા માર્કેટ પણ ખેડૂતો માટે હોય. આ કેસ શું થઈ શકે તેનો નહીં? પરંતુ શું થયું તેને લઈને છે. જો હાઇકોર્ટAPMC કમિટીએ કરેલા કાર્યો પર મ્હોર મારે તો ભવિષ્યમાં લોકો પણ આવા પ્રકારનું કાર્ય કરશે. તેથી, તેની મંજૂરી હાઇકોર્ટ આપી શકે નહીં. રાજ્ય સરકારે કમિટીને છાવરવી જોઈએ નહિ. ફાઇવસ્ટાર હોટલમાં અનેક ખેતપેદાશો વેચાતી હશે! ઉપરાંત હરાજીની રકમમાંથી હોટેલ માલિકે કરેલ કમિટીને આપેલી રકમ પણ વ્યાજ સાથે પાછી આપવામાં આવશે.
કોર્ટે આદેશ આપ્યો હતો કે, જે કૃષિ મોલ બનાવવામાં આવ્યો છે. ત્યાં પણ કેવા પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે. તેની તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ એક અઠવાડિયામાં મુકવામાં આવે. માહિતી મૂકાઈ હતી કે મૂળ 14000 સ્ક્વેર મીટર જમીન સરકારેAPMC માર્કેટ માટે લીઝ ઉપર આપી હતી. જ્યારે 6000 સ્ક્વેર મીટર જમીન કમિટીએ ખરીદી હતી પરંતુ,APMC એ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, આ વિસ્તારમાં ટ્રાફિક વધુ થતો હોવાથી તેમને અલગ જગ્યા ફાળવવામાં આવે. જેથી સરકારે તેમને 1 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીન બીજી જગ્યાએAPMC માર્કેટ બનાવવા ફાળવી હતી.
અઙખઈ એ સરકારી જમીન ઉપર ફાઇવસ્ટાર હોટલ બનાવી દીધી હતી. જ્યારે તેણે ખરીદેલી પ્રાઇવેટ જમીન ઉપર કૃષિ મોલ બનાવવામાં આવ્યો હતો. કોર્ટે હુકમ કર્યો હતો કે, સરકાર તેની જમીનના પૈસા હરાજી દ્વારા પરત મેળવે, હોટેલના પૈસા માર્કેટ યાર્ડને આપવામાં આવે, આ કાર્યમાં સંડોવાયેલા લોકો સામે સરકાર પગલાં લે, કૃષિ મોલમાં કૃષિ સિવાયની ચાલતી અયોગ્ય પ્રવૃત્તિઓ બંધ કરાવાય, હોટેલ માલિકને માર્કેટ કમિટી વ્યાજ સાથે પૈસા પાછા આપે. આ મુદ્દે વધુ સુનાવણી 15 એપ્રિલે હાથ ધરાશે.
APMCફકત જમીનની લાભાર્થી હતી તેની માલિક નહીં
અરજદારી કોર્ટને જણાવ્યું હતું કે, 98 કરોડ રૂૂપિયાની હોટલ બનાવવામાં આવી છે. તેને 7%ના વ્યાજે પણ મૂકવામાં આવે તો વાર્ષિક 6 કરોડ રૂૂપિયાથી વધુનું વ્યાજ મળે. જ્યારે કમિટીએ હોટલને વાર્ષિક 3 કરોડ રૂૂપિયાની 60 વર્ષની લીઝ ઉપર આપી છે. આખી કોર્ટે ટિપ્પણી કરી હતી કે, જરૂૂર આમાં કોઈ સગાવાળાને ફાયદો થયો હશે. કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રોપર્ટી પોતાની હસ્તક લઈને તેને હરાજી દ્વારા વેચે ઉપરાંત જવાબદારો સામે તપાસ હાથ ધરવામાં આવે. અઙખઈ ફક્ત જમીનની લાભાર્થી હતી તેની માલિક નહીં.