ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સૂરજકરાડીના યુવાન પર બે શખ્સનો લોખંડના પાઇપથી હુમલો

11:36 AM Jul 31, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ખેંગારભા બુધાભા ભઠડ નામના 28 વર્ષના યુવાન પર આ જ વિસ્તારમાં રહેતા રાયધરભા વિરમભા માણેક અને ધમાભા સામરાભા માણેક નામના બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આરોપી રાયધરભા માણેકના કાકાના દીકરા ભાઈ ખેંગાર સોમભાનું વર્ષ 2021 માં ફરિયાદીએ ખેંગારભા બુધાભાએ ખૂન કર્યું હોય, તેનો કેસ ફરિયાદી પર થયો હતો. અને સજામાંથી છૂટીને બહાર આવતા હત્યા બાબતનું મનદુ:ખ રાખી, બંને આરોપીઓએ હુમલો કરી ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છ. જે અંગે મીઠાપુર પોલીસ મથકમાં ખેંગારભા બુધાભાની ફરિયાદ પરથી બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

આ પ્રકરણમાં સામા પક્ષે રાયધરભા વિરમભા માણેકએ ખેંગારભા બુધાભા ભઠડ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદીના પિતરાઈભાઈના ખૂન બાબતનું વેરઝેર રાખીને આરોપી ખેંગારભાએ ફરિયાદી સામે મૂછો ચડાવી, બિભત્સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સંદર્ભે મીઠાપુર પોલીસ મથકમાં સામાપક્ષે પણ ગુનો નોંધાયો છે.

Tags :
attackedgujaratgujarat newsMithapurMithapur news
Advertisement
Advertisement