રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ત્રણ એડવોકેટને ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવા સુપ્રીમની ભલામણ

11:29 AM Aug 14, 2024 IST | admin
Advertisement

સંજીવ ઠાકર, ડી.એન.રે અને મૌલિક શેલત જજ બનશે

Advertisement

ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક કરવા માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ત્રણ એડવોકેટ્સના નામની ભલામણ કરી છે.

એડવોકેટ સંજીવ જયેન્દ્ર ઠાકર, એડવોકેટ દીપ્તેન્દ્ર નારાયણ રે (ડી.એન. રે) અને એડવોકેટ મૌલિક જીતેન્દ્ર શેલતના નામની ભલામણ હાઇકોર્ટના જજ માટે કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી.આર.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અન્ય બે સિનિયર મોસ્ટ જજીઝ સાથે પરામર્શ કર્યા બાદ 22મી ડિસેમ્બરે ઉક્ત ત્રણેય નામની ભલામણ જજ તરીકે નિયુક્તિ કરવા માટે કરી હતી.

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે નોંધ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા આ ભલામણ પર તેમના મત વ્યક્ત કરવામાં આવ્યા નથી. જેની નોંધ લેતા સુપ્રીમ કોર્ટની કોલેજિયમે સ્વત: ત્રણેય એડવોકેટ્સના નામની ભલામણને ધ્યાને લઇ તેમના મેરિટ અને યોગ્યતાનું મૂલ્યાંકન કર્યું હતું. હાઇકોર્ટના જજો દ્વારા પણ હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હતો એવું પણ કોલેજિયમ દ્વારા ભલામણ કરતા નોંધવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં 52 જજની જગ્યા છે અને હાલ 29 જજ કાર્યરત છે જ્યારે કે 23 જગ્યા ખાલી છે.

એડવોકેટ તેજલ વશીનું નામ પરત મોકલાયું
સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટને સૂચન કરવામાં આવ્યું છે કે, તેઓ એડવોકેટ તેજલ વશીને જજ તરીકે નિયુક્ત કરવા પર પુનર્વિચાર કરે. ભવિષ્યમાં ફરીવાર ઉક્ત નામ પર ફેરવિચારણા કરવા માટે કોલેજિયમે એડવોકેટ તેજલ વશીના નામનો પ્રસ્તાવ હાઇકોર્ટને પરત મોકલી આપ્યો છે.

Tags :
advocatedgujaratgujarat newshighcourt
Advertisement
Next Article
Advertisement