1.44 કરોડના ચેક રિટર્ન કેસમાં નીચેની કોર્ટનો સજાનો હુકમ યથાવત રાખતી સુપ્રીમ કોર્ટ
સૌરાષ્ટ્રના ચકચારી 1.44 કરોડના ચેક રીર્ટન કેસમાં આરોપી નીખીલ પુજારાને 4 વર્ષની કેદ સાથે ચેકની રકમ ડબલ 2. 88 કરોડના દંડ ફટકારવામાં આવેલ હુકમો સામે નિખીલ દયાળજી પુજારાએ રાજકોટની સેશન્સ અદાલતમાં દાખલ કરેલી બંને અપીલોમા ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખી બંને અપીલો નામંજુર કરતા તે બંને હુકમોને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા હાઈકોર્ટે ચેકની રકમના 25% રકમ નિખિલ પુજારાએ જમા કરાવેલ તે ઉપરાંત 40% રકમ જમા કરાવવા કરેલા હુકમોને નિખિલ પુજારાએ સુપ્રિમ કોર્ટમાં પડકારતા નિખિલ પુજારાની સ્પેશ્યલ લીવ ટુ અપીલ સુપ્રિમ કોર્ટે નામંજુર કરતો હુકમ ફરમાવતા નિખિલ પુજારા પાસે તાત્કાલીક 40% રકમ જમા કરાવવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.
વધુ વિગત મુજબ બેન્કે એકવાયર કરેલ પ્રોપર્ટી 16.50 કરોડમાં અપાવી દેવા વિશ્વાસમાં લઈ 1.50 કરોડ ફરીયાદી ભરતભાઈ નાગજીભાઈ તળાવીયાએ પાસેથી મેળવી 20 દિવસમાં કામ પુર્ણ કરવા વચન આપી કામ પૂર્ણ ન કરી આરોપી નિખિલ પુજારાએ રકમ પરત ચુકવવા 72- 72 લાખના બે ચેકો પણ રીટર્ન થતા તે સબંધે ફરીયાદી ભરત તળાવીયાએ આરોપી નિખિલ પુજારા વિરૂૂધ્ધ બંને ચેકો રીટર્ન સબંધે બે ફરીયાદો દાખલ કરેલ, જે કેસો ચાલી જતા ટ્રાયલ કોર્ટે બંને કેસોમાં આરોપીને બે-બે વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ દંડ ફરમાવતો ટ્રાયલ કોર્ટ ધ્વારા હુકમ કરવામાં આવેલ હતો.
જે બંને હુકમો અપીલોના માધ્યમથી સેશન્સ અદાલતમાં પડકારવામાં આવતા અપીલો ચાલી જતા ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખી નિખિલ પુજારાની અપીલો રદ કરી સેશન્સ કોર્ટેના બંને હુકમોને નિખિલ પુજારાએ હાઈકોર્ટમાં પડકારેલ હતા જેમા નિખિલ પુજારાએ અગાઉ ચેકની રકમના 25% રકમ જમા કરાવેલ ઉપરાંત વધુ 40% રકમ જમા કરાવવા અને તે ફરીયાદીને આપવા હાઈકોર્ટે ફરમાવેલ હુકમો નિખિલ પુજારાએ સુપ્રિમ કોર્ટમાં પડકારેલ હતા.
સુપ્રિમ કોર્ટ ધ્વારા દલીલો પર વિચાર કર્યા પછી અપીલો મંજુર કરવા માટેનું કોઈ ખાસ કારણ જણાય ન આવતા અપીલો મેરીટસ પર સુપ્રિમ કોર્ટે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે. ઉપરોક્ત કામમાં ફરીયાદી ભરતભાઈ તળાવીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, , મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ અને હાઈકોર્ટના આશીષ ડગલી રોકાયેલ હતા.
