For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વકીલો પાસેથી બાર કાઉન્સિલે એનરોલમેન્ટ પેટે ઉઘરાવેલા 3 કરોડ પરત આપવા સુપ્રીમનો હુકમ

11:37 AM Aug 06, 2024 IST | Bhumika
વકીલો પાસેથી બાર કાઉન્સિલે એનરોલમેન્ટ પેટે ઉઘરાવેલા 3 કરોડ પરત આપવા સુપ્રીમનો હુકમ
Advertisement

રૂા. 750થી વધારાની ફી પરત આપવી પડશે, બાર કાઉન્સિલ પર મામલો નાખી દીધો

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ બાર કાઉન્સિલે વકીલોની એનરોલમેન્ટ ફી પેટે ફક્ત 750 રૂૂપિયા વસૂલી શકાય તેવો આદેશ કર્યો છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો તે પહેલાં ગુજરાતમાં 1000થી વધુ વકીલોએ સનદ માટે એનરોલમેન્ટ ફી પેટે 27500 બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ચૂકવી આપ્યા છે. જેથી હવે એનરોલમેન્ટ પેટે લીધેલા અંદાજે 3 કરોડ રૂૂપિયા અરજદારોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પરત આપવા પડશે.બીજી તરફ બાર કાઉન્સિલ અરજદારોને ઝડપી રૂૂપિયા પરત ન મળે તે માટે આખોય મામલો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પર ઢોળી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

દેશના જુદા જુદા બાર કાઉન્સિલ દ્વારા વકીલોની એનરોલમેન્ટ ફી પેટે જુદી જુદી ફી મનફાવે તેમ લેવામાં આવતી હતી. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં પણ આ અંગેની પિટિશન કરવામાં આવી હતી. જેમાં તમામ પક્ષોની રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે 30 જુલાઇ 2024ના રોજ બાર કાઉન્સિલની વધારાની ફી રદ કરી એડવોકેટ એક્ટની કલમ 24(1)(એફ) મુજબ 750 રૂૂપિયા એનરોલમેન્ટ ફી પેટે લેવાનો આદેશ કર્યો છે. બીજી તરફ આ વર્ષે એલએલબી પાસ કર્યા બાદ પ્રોવિઝનલ સનદ મેળવવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 1 હજારથી વધુ વકીલોએ એનરોલમેન્ટ ફી પેટે 27500 રૂૂપિયા ભરી દીધા હતા. પરંતુ એનરોલમેન્ટ મીટિંગ થઇ ન હોવાથી તેવા કોઇ જ અરજદારોને સનદ આપવામાં આવી ન હતી. બીજી તરફ સુપ્રીમ કોર્ટે 750 રૂૂપિયા જ એનરોલમેન્ટ ફી પેટે લેવા આદેશ કર્યો છે.

જેથી હવે બાર કાઉન્સિલે વધારાના ઉઘરાવેલા અંદાજે 3 કરોડ રૂૂપિયા અરજદારોને પરત ચૂકવવા પડશે. પરંતુ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આ પૈસા ન ચૂકવવા પડે તે માટે આખોય મામલો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પર ઢોળ્યો છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નક્કી કરશે પછી જ આ મામલે નિર્ણય કરવામાં આવશે તેમ જણાવી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે 750 રૂૂપિયાથી વધુ એનરોલમેન્ટ ફી પેટે વસૂલી શકાશે નહીં. જેથી આ વર્ષે 1000થી વધુ પ્રોવિઝનલ સનદ પેટે પ્રત્યેક વકીલે 27500 ચૂકવી દીધા છે. પરંતુ એનરોલમેન્ટ મીટિંગ થઇ જ નથી. જેથી હવે મીટિંગ મળશે એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમાં અગાઉ જેણે 27500 ભર્યા છે તેમને સનદ આપવામાં આવશે. તો તે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદની જ સનદ ગણાશે જેથી તે તમામ વકીલોને વધારાના પૈસા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે તાકીદે પરત કરી દેવા જોઇએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement