અનિરૂધ્ધસિંહ જાડેજાને સુપ્રિમની રાહત: હાજર થવા 8 દિવસની મહોલત અપાઇ
ગોંડલનાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રીબડાનાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ની આજીવન કેદ બરકરાર રખાઇ છે.અને હાઇકોર્ટ દ્વારા તા.18/9/25 સુધીમાં સરેન્ડર થવા હુકમ કરાયેલ છે. દરમ્યાન અનિરુદ્ધસિંહનાં વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ માં સરેન્ડર થવા અંગે સ્ટે મળવા રજુઆત કરાતા. કોર્ટ દ્વારા અઠવાડીયા નો સ્ટે અપાયો છે.મતલબ તા.18 સરેન્ડર થવાની અંતિમ તારીખ હતી.જેમા આઠ દિવસ ની રાહત મળી છે.
બીજી બાજુ હાઇકોર્ટનાં હુકમનાં અનાદર મુદે અનિરુદ્ધસિંહ ને નોટીસ જારી કરાતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહની સજા માફીનો હુકમ રદ કરી તા.18 સુધીમાં દર અઠવાડીએ કોઈ પણ એક અથવા લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરવા જણાવાયું હતુ.ચાર અઠવાડીયા દરમ્યાન અનિરુદ્ધસિંહે કોઈ પણ પોલીસ સ્ટેશન માં હાજરી પુરાવી ના હોય અરજદાર હરેશભાઈ સોરઠીયા દ્વારા હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી.હાઇકોર્ટનું ધ્યાન દોરી હાઇકોર્ટનાં હુકમનો અનાદર થયાનું જણાવાયું હતું.
દરમ્યાન હાઇકોર્ટ દ્વારા સુનવણી હાથ ધરી અનિરુદ્ધસિંહ તથા પોલીસને નોટિસ ઇશ્યુ કરી આ મુદ્દે સરકારનો ખુલાશો માંગ્યો છે. અનિરુદ્ધસિંહને સરેન્ડર થવા આજે અંતિમ દિવસ હતો.બીજી બાજુ સ્વ.અમિત ખૂંટ આપધાત કેસમાં અનિરુદ્ધસિંહ આરોપી હોય ગોંડલ તાલુકા પોલીસ પણ તેની ધરપકડ કરવા એક્શન મોડ માં છે.ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા સરેન્ડર થવા આઠ દિવસનો વધારો કરાયો છે.