For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આરોપીઓની મિલકતો પર ફેરવાતા બુલડોઝરને સુપ્રીમ કોર્ટની બ્રેક

05:27 PM Sep 02, 2024 IST | admin
આરોપીઓની મિલકતો પર ફેરવાતા બુલડોઝરને સુપ્રીમ કોર્ટની બ્રેક

દોષિત હોય તો પણ તેની ઇમારત તોડી પાડવાનો કોઇને અધિકાર નથી: સુપ્રીમની કેન્દ્રને ફટકાર

Advertisement

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આકરી ઝાટકણી કાઢી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થઈ જાય તો પણ ઈમારતને તોડી પાડવામાં આવશે નહીં. બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે બદલાના કૃત્ય તરીકે નોટિસ વિના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે.

આ અરજી મધ્યપ્રદેશના મોહમ્મદ હુસૈન અને રાજસ્થાનના રાશિદ ખાન તરફથી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચ આ અંગે સુનાવણી કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટે કહ્યું, પકોઈ આરોપી હોવાના કારણે ઘર કેવી રીતે તોડી શકાય? ભલે તે દોષિત હોય, તેને છોડી શકાય નહીં…થ આ મામલે કોર્ટ આગામી સોમવારે વધુ સુનાવણી કરશે.

Advertisement

સોમવારે, કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે રસ્તાઓ અથવા અન્ય જાહેર સ્થળો પર ગેરકાયદેસર બાંધકામોને સમર્થન આપતું નથી, પરંતુ મિલકતને તોડી પાડવાની પ્રક્રિયા કાયદા અનુસાર હોવી જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે કોઈ મિલકત માત્ર એટલા માટે તોડી પાડવામાં આવતી નથી કારણ કે તે ફોજદારી કેસમાં સંડોવાયેલી હોય અથવા કોઈ ગુનેગાર સાથે જોડાયેલી હોય. તેમણે કહ્યું કે આવું ત્યારે જ બને છે જ્યારે સ્ટ્રક્ચર ગેરકાયદે હોય.

આના પર જસ્ટિસ ગવઈએ કહ્યું, તો તમે તેને સ્વીકારો છો.. પછી અમે તેના આધારે માર્ગદર્શિકા જારી કરીશું. જો તેના પર આરોપ હોય તો જ તેની મિલકત કેવી રીતે તોડી શકાય?

ઉદયપુરના રહેવાસી 60 વર્ષીય ખાન વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 17 ઓગસ્ટ, 2024ના રોજ તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.

આ બધું ઉદયપુરમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા પછી થયું જેમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા બાદ બજારો બંધ કરવામાં આવ્યા હતા. એક મુસ્લિમ વિદ્યાર્થીએ તેના હિંદુ સહાધ્યાયીને કથિત રૂૂપે છરા માર્યા બાદ આ ઘટના બની હતી.

આ ઘટનામાં એક સહાધ્યાયીનું મોત થયું હતું. ખાન આરોપી વિદ્યાર્થીના પિતા છે. એમપીના મોહમ્મદ હુસૈનનો પણ આરોપ છે કે વહીવટીતંત્ર દ્વારા તેમના ઘર અને દુકાનને ગેરકાયદેસર રીતે બુલડોઝ કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement