રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાવનગર-અમરેલી જિલ્લામાં અફીણ-પોશડોડાના સપ્લાયનો પર્દાફાશ

12:16 PM Sep 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આઠ કિલો અફીણ, 29 કિલો પોશ ડોડા, કાર અને ત્રણ મોબાઇલ સહિત રૂા.13.29 લાખના મુદ્દામાલ સાથે તળાજાના કાકા- ભત્રીજા ઝડપાયા, છ દિવસના રીમાન્ડ પર

ભાવનગર જિલ્લાના તળાજાના ખોજાવાડ મા આશરે છેલા પાંચેક વર્ષથી રહેતા રાજસ્થાનના મુસ્લિમ આધેડ ના અહીં ભાડે રાખવામાં આવેલ બે રહેણાંક મકાન અને ફોર વહીલ માંથી પોલીસને ઓગણત્રીસ કિલો ને એકસો ગ્રામ કાલા અને આઠ કિલો નવસોએંશી ગ્રામ અફીણ શોધીકાઢવામા સફળતા મળી.રાજસ્થાની કાકા ભત્રીજા ને ઝડપી લઈ કોર્ટમાં આજે રજૂ કરતા છ દિવસ પોલીસ કસ્ટડી ઇન્વેસ્ટિગેશન અધિકારી એ મેળવી છે. મહુવા પોલીસ વડા આઇપીએસ અધિકારી અંશુલ જૈન ની ટીમે સમગ્ર બનાવ નો પર્દાફાશ કર્યો ત્યારે તળાજા ની જનતા ચોંકીગઈ.તળાજા પોલીસ ને સ્વાભાવિકજ નીચાજોણું થયુ હશે.

સમગ્ર મામલે એ.એસ.પી અંશુલ જૈન એ જણાવ્યું હતુ કે ગઈકાલે કરેલ રેડ બાબતે જણાવ્યું હતુંકે રેડ દરમિયાન ઘર અને કારનં.આર.જે.17-સીએ-6643 માંથી અફીણ આઠકિલો નવસો એંશીગ્રામ જેની સરકારી કિંમત રૂૂ.8,98000/-,પોશડોડવા ઓગણત્રીસ કિલો એકસો ગ્રામ જેની કિંમત 87300/-,કાર,ત્રણ મોબાઈલ મળી કુલ રૂૂ.13,29,300/-ના મુદ્દામાલ સાથે આમીનખાન સરદારખાન પઠાણ અને તેના ભત્રીજા અદનાનખાન આમિરખાન પઠાણ રે.ટોડીમહોલ્લા, ડબગાંવ, તા.ગંગાધર, જી.ઝાલાવાડ વાળા ની ધરપકડ એન.ડી.પી.એસ ગુન્હા સબબ કરવામાં આવી હતી.પોલીસ ની ભાષા બંને ઇસમોને તાત્કાલિક સમાજમાં આવીગઈ હતી જેને લઈ રાજસ્થાનના જગદીશચંદ્ર રામલાલ મેઘવાળ અને બળવંતસિંહ વાળા પાસેથી માલ ની ખરીદી કરી અહીં લાવતા હોવાનું કબૂલાત સર્કલ.પો.ઇ.આર.જે.ગોર એ ચારેય ઇસમો વિરુદ્ધ નાર્કોટિક પદાર્થ વેચવા બદલ ફરિયાદ આપી છે.તપાલ અલંગ મરીનના મહિલા પો.સ.ઇ.ડી.વી.ડાંગર ને સોંપવામાં આવીછે.પોલીસે વધુમાં જણાવ્યું હતુ કે ત્યાંથી જથ્થાબંધ માલ લાવીને અહીં છૂટક વેચાણ કરતા હતા.

બંને આરોપીઓને કોર્ટમા રજૂ કરી ને છ દિવસની પોલીસ કસ્ટડી મેળવાય છે.પોલીસ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તપાસઅર્થે અને બે આરોપીઓને પકડવા જશે. જે જથ્થો ઝડપાયો છે તેની અને પોશડોડવા ની બજાર કિંમત 27લાખ રૂૂપિયા ની થાય છે. અમીનખાન અગાઉ મધ્યપ્રદેશ પોલીસના હાથે ઝડપાઇ ચૂકયો છે.

કાયદાશાસ્ત્રી બનવાનું અદનાનનું સપનું રોળાયુ
બીજા નંબર નો આરોપી અદનાન કાયદાશાસ્ત્રી બનવા માટેનો અભ્યાસ કરતો હતો. અભ્યાસ માં નબળો હોઈ કેટી આવી હતી.જેને લઈ કાકાને ગે.કા ધંધામા મદદ કરવા લાગ્યો.આધેડ આમીનખાન ને ફોરવહીલ આવડતી ન હોય માલ સપ્લાય માટે અદનાન આવ્યો હતો.હવે એન.ડી.પી.એસ અંતર્ગત કાર્યવાહી થતા કાયદાશાસ્ત્રી બનાવ નું હાલપૂરતું સ્વપ્ન રોળાઈગયા નો તેંના ચહેરાપર અફસોસ હતો.

Tags :
Bhavnagar-Amreli districtgujaratgujarat newsn Bhavnagar-Amreli district
Advertisement
Next Article
Advertisement