For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલરાઈઝ કરવાનો રવિવારે છેલ્લો દિવસ

05:39 PM Dec 14, 2023 IST | Bhumika
ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલરાઈઝ કરવાનો રવિવારે છેલ્લો દિવસ

શહેરમાં બાંધકામ કર્યા બાદ કમ્પ્લીશન સર્ટી મેળવી વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોય તેને રેગ્યુલરાઈઝ કરવા માટે સરકાર દદ્વારા છ માસ પહેલા ઈમ્પેક્ટ ફી કાયદો અમલમાં મુક્યો હતો. જેની મુદત આગામી રવિવારના રોજ પૂર્ણ થતા હવે ફક્ત બે દિવસ લોકો ગેરકાયદેસર બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટે અરજી કરી શકશે. મહાનગરપાલિકામાં ત્રણેયઝોનના 18 વોર્ડમાંથી અત્યાર સુધીમાં 8,337 અરજીઓ મળી છે. જેમાં સૌથી વધુ અરજીઓ વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 11ના વિસ્તારમાંથી કરવામાં આવી હોવાનું ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

Advertisement

રાજકોટ શહેરમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો છે. જેમાં ગેરકાયદે બાંધકામોને નિયત ફી ભરીને રેગ્યુલર કરી શકાય છે. આ યોજનાનો લાભ લેવા માગતા અરજદારો માટે આગામી રવિવાર તા.17 ડિસેમ્બરે છેલ્લો દિવસ છે. રાજકોટ શહેરમાં આ યોજનાનો લાભ લેવા માટે શહેરીજનો ઓનલાઈન અને ઓફલાઇન બંને માધ્યમોથી અરજીઓ કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં ઓનલાઈન અને ઓફ્લાઈન મળીને 8337 અરજીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે અને આવેલ અરજીમાં સ્થળ તપાસ કર્યા બાદ 28 અરજી ઓનલાઈનમાં અને 47 અરજી ઓફલાઈનમાં નામંજુર કરવામા ઁઆવી છે.

ટાઉન પ્લાનીંગ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઈમ્પેક્ટ ફી અંતર્ગત અરજી કરવા ઓનલાઈન અને ઓફ્લાઈન બંને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં 4642 અરજી ઓનલાઈન અને 3661 અરજી ઓફ્લાઈન મળી છે. જે પૈકી ઓનલાઈનમાંથી 1003 અને ઓફલાઈનમાંથી 1213 અરજી મંજૂર કરવામાં આવી છે. જયારે ઓનલાઈનમાં 47 અને ઓફ્લાઈનમાં 28 અરજી નામંજૂર કરવામાં આવી છે. જોકે, ઓનલાઈન આવેલી 3155 અને ઓફલાઈન આવેલી 2924 અરજીઓની ચકાસણી થઈ રહી છે. આ યોજનાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર ને રવિવારે હોવાથી અંતિમ દિવસે પણ લોકો ઓનલાઈન અરજી કરી શકશે. અનધિકૃત બાંધકામને ઈમ્પેક્ટ ફી ભરી રેગ્યુલર કરવાની યોજનાની અરજીઓ રવિવાર સુધી સ્વીકારવામાં આવશે. અને મોટાભાગે લોકો ઓનલાઈન અરજી કરતા હોય છે. રવિવાર સુધીમાં આ આંકડો 10 હજારને પાર થવાની પૂરતી શક્યતા છે. છતાં આગામી બે દિવસોમાં છેલ્લે છેલ્લે કેટલી અરજીઓ આવે છે તેના પરથી સાચો આંકડો બહાર આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement