રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉનાળો ધખ્યો, ભૂજમાં 42.1, રાજકોટમાં 40.3 ડિગ્રી તાપમાન

06:12 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હોળીના તહેવારો ટાણે જ હીટવેવની આગાહી વચ્ચે આજે રાજકોટ, ભૂજ અને કંડલામાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે અને બોકાસો બોલાવી દેતી ગરમી અત્યારથી જ શરૂ થઈ ગઈ હોય તેમ ભૂજમાં આજે તાપમાન 42.1 ડિગ્રી, કંડલામાં 41.6 અને રાજકોટમાં 40. ડિગ્રીએ પહોંચી જતાં લોકોએ બળબળતી બપોરનો અનુભવ કર્યો હતો. ચાલુ વર્ષે શિયાળો ખાસ જામ્યો નથી અને અત્યારથી જ ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે આગામી ત્રણેક દિવસ પણ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં હાલ માર્ચ મહિના ચાલી રહ્યો છે, અત્યારે રાજ્યમાં ગરમીની શરુઆતમાં પણ શરૂૂ થઇ ગઇ છે અને ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનનો પારો હાઇ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસમાં અંગ દઝાડતી ગરમી પડવાની છે, તાપમાનનો પારો 40 ડિગ્રીથી પણ વધુ ઉપર રહેવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં તાબડતોડ ગરમીનો પારો ઉપર રહેવાની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી પડશે, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અત્યારે રાજકોટમાં 39.3 ડિગ્રીની ઉપર ગરમીના તાપમાનનો પારો પહોંચ્યો છે, કચ્છમાં 39.1 ડિગ્રી પર તાપમાન પહોંચ્યો છે. અમદાવાદમાં 37.3 ડિગ્રી તાપમાન રહ્યું છે અને બનાસકાંઠામાં પણ ગરમીના તાપમાનનો પારો 37.8 ડિગ્રી પર પહોંચ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. સોરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પોચશે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયા 38 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement