For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાત

04:57 PM Jan 23, 2025 IST | Bhumika
સિનર્જી હોસ્પિટલના યુવા તબિબ જય પટેલનો આપધાત

Advertisement

સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં પોતાના ફલેટમાં જ એનેસ્થેસિયાનો ઓવર ડોઝ લઈ જીવન લીલા સંકેલી લેતાં ભારે ચકચાર

રાજકોટ શહેરના સ્પિડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલ સુવર્ણ ભુમિ એપાર્ટમેન્ટમાં ખાનગી હોસ્પિટલના એનેસ્થેસિયન ડોકટરે એનેસ્થેસિયાની દવાનો ઓવર ડોઝ લઈ આત્મહત્યા કરી લેતાં ભારે ખડભડાટ મચી જવા પામ્યો છે. આજે બપોરે અઢી વાગ્યા બાદ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તથા તબીબો આપઘાત કરના ડોકટરના ફલેટ ઉપર ધસી ગયા હતાં. ગૃહ કલેશના કારણે આ ડોકટરે આત્હત્યા કર્યાનું પ્રાથમિક દ્રષિટીએ બહાર આવેલ છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ શહેરની 150 ફુટ રીંગ રોડ ઉપર શિતલ પાર્ક નજીક સિનર્જી હોસ્પિટલમાં ફરજ બજાવતા અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સુવર્ણ ભુમિ એપાર્ટમેન્ટમાં ફલેટમાં રહેતા એનેસ્થેસિયન ડો.જય પટેલે પોતાના ફલેટમાં એકલા હતાં ત્યારે એનેસ્થેસિયાની દવાનો ઓવર ડોઝ લઈ આપઘાત કરી હોવાનું જાણવા મળે છે.
મોડે સુધી ડોકટર રૂમમાંથી બહાર નહીં આવતા પરિવારે તતપાસ કરતા મૃત હાલતમાં મળી આવ્યા હતાં તેના પગલે તાબડતોબ સિનર્જી હોસ્પિટલના તબીબો અને પોલીસને જાણ કરવામાં આવતા આજે બપોરે પોલીસ કાફલો અને તબીબો ડોકટરના ફલેટ ઉપર ધસી ગયા છે. આ ડોકટરે કયા કારણોસર આપઘાત કર્યો છે તેની વિગતો બહાર આવી નથી. પરંતુ ગૃહકલેશના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement