રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત

11:48 AM Sep 16, 2024 IST | admin
Advertisement

ખાખરડા ગામે ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ: રાણ ગામના વૃધ્ધ પર હુમલો: મોરઝરનો શખ્સ દારૂની 6 બોટલ સાથે ઝડપાયો

Advertisement

ખંભાળિયા તાલુકાના બેહ ગામે આવેલી જર નદીના કાંઠે વેજાણંદભાઈ વીરાભાઈ મકુવારા નામના 40 વર્ષના ગઢવી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે પ્રતાપભાઈ વેજાણંદભાઈ મકુવારા ગઢવીએ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક યુવાનને આજથી આશરે સાતેક વર્ષ પૂર્વે વેજાણંદભાઈને પેરાલીસીસનો હુમલો આવી ગયો હોવાથી તેમનો હાથ તથા પગ ખોટા થઈ ગયા હતા. ત્યાર બાદ આજથી આશરે બે વર્ષ પૂર્વે તેમને હૃદયરોગનો હુમલો પણ આવી ગયો હતો.

આવી બીમારીથી કંટાળીને તેમને મનમાં લાગી આવતા પ્રતાપભાઈના ઘરે રહેલી પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ખંભાળિયા પોલીસે જરૂરી નોંધ કરી, કાર્યવાહી કરી હતી.

લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામની સીમમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા વનરાજસિંહ વજુભા જાડેજા નામના 52 વર્ષના ગરાસીયા આસામીની આ જ વિસ્તારમાં આવેલી સર્વે નંબર 1323 તથા જુના સર્વે નંબર 578 પૈકી 2 વાળી ખેતીની જમીન આ જ ગામના સવજીભાઈ ઉર્ફે ભીખાભાઈ રામજીભાઈ નકુમ, કાનુબેન સવજીભાઈ નકુમ અને વિજયભાઈ સવજીભાઈ નકુમ નામના ત્રણ આસામીઓએ વર્ષ 2015થી અને અનધિકૃત રીતે પચાવી પાડ્યાની ધોરણસર ફરિયાદ વનરાજસિંહ દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
મહિલા સહિત ત્રણ આસામીઓ દ્વારા આશરે રૂૂપિયા 25 લાખ જેટલી બજાર કિંમત ધરાવતી ત્રણ વીઘા જગ્યામાં ગેરકાયદેસર રીતે દબાણ કરી, તેનો કબજો તેમજ ઉપભોગ કરતા હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.

જે અંગે પોલીસે લેન્ડગ્રેબિંગની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વૃદ્ધ ઉપર બે શખ્સો દ્વારા હુમલો:
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા જુઠાભાઈ બોઘાભાઈ જાદવ નામના 68 વર્ષના સતવારા વૃદ્ધ અન્ય એક આસામી સાથે તેમના ખેતરેથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં આ જ ગામના આરોપી જેસા ડેરાજ મોવર નામના શખ્સે આવીને કહેલ કે તારા ખેતરના શેઢા ઉપર માટી નાખી, રસ્તામાં આવતા પાણી બંધ કરેલ છે.
તું શું કરી લઈશ?- તેમ કહી, જુઠાભાઈ ઉપર આરોપી જેસા ડેરાજભાઈ તથા અન્ય આરોપી ભોજા બોઘા શાખરા દ્વારા લાકડી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

દારૂ સાથે ઝડપાયો
ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા વિજય ઉગાભાઈ બગડા નામના 35 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા 2,400ની કિંમતની વિદેશી દારૂની છ બોટલ કબજે કરી, ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે કુતિયાણા તાલુકાના દેવડા ગામના રહીશ વિપુલ કારાભાઈ મોરીનું નામ ખુલવા પામ્યું છે. જેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

ભાણવડ પંથકમાં દારૂ અંગે પોલીસની સધન કાર્યવાહી: ચાર શખ્સો ઝડપાયા, ચાર ફરાર
ભાણવડ તાલુકામાં દારૂ અંગે સ્થાનિક પોલીસની ટીમો દ્વારા જુદા જુદા સ્થળોએ દરોડા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પી.આઈ. પ્રશાંત બ્રહ્મભટ્ટ તેમજ પી.એસ.આઈ. કે.કે. મારુની ટીમ દ્વારા મોરઝર વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ દરોડામાં 400 લીટર દારૂ બનાવવાનો આથો, 56 લીટર દારૂ, 6 બોટલ વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 4,320 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા દરમ્યાન આ જ ગામના વિજય ઉગા બગડા, ભરત ઉર્ફે ભકો પાલા બગડા, વેજા લાખા સાગઠીયા, અને રમેશ સકરા સનપા નામના ચાર શખ્સો ઝડપાયા હતા. જ્યારે આ દરોડામાં લખમણ કારા બગડા, ખીમા ઉર્ફે અજા કારા બગડા, ચેતન ગોવિંદ સાદીયા અને ભરત બાવનજી બાટા નામના ચાર શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. જે અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે.

Tags :
deathgujaratgujarat newskhambhaliyanewssuicide
Advertisement
Next Article
Advertisement