For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સગાઇ તોડી નાખવા છતાં યુવક પરાણે સંબંધ રાખવા દબાણ કરતા યુવતીનો આપઘાત

04:42 PM Aug 23, 2024 IST | admin
સગાઇ તોડી નાખવા છતાં યુવક પરાણે સંબંધ રાખવા દબાણ કરતા યુવતીનો આપઘાત

સાગરનગરની યુવતીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું

Advertisement

શહેરના માર્કેટ યાર્ડ પાસે રહેતી સગીરાની સગાઇ તોડી નાખવા છતાં યુવક પરાણે સંબંધ રાખવા દબાણ કરતો હોવાથી યુવતીસે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવથી યુવતીના પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

જાણવા મળતી વિગત મુજબ માર્કેટ યાર્ડ પાસે આવેલા સાગરનગર શેરી નં.4માં રહેતી રાધીકા ગુણવંતભાઇ ખમાણી (ઉ.વ.19) નામની યુવતીએ ગતા તા.20ના ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલ દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement

પ્રાથમિક તપાસમાં મૃતક રાધીકા એક ભાઇ ત્રણ બહેનમાં મોટી અને તેના પિતા મજુરી કામ કરતા હતા. વધુ તપાસમાં યુવતીના પિતાએ જણાવ્યું કે રાધીકાની સગાઇ સોખડા ગામના યુવક સાથે અગાઇ કરી હતી જે સગાઇ તોડી નાખવા છતા તે યુવક રાધીકાને પરાણે સંબંધ રાખવા દબાણ કરતો હોવાથી પુત્રીએ આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement