For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્કૂટર લેવાની જીદે ચડેલા ધોરણ 12ના વિદ્યાર્થીનો આપઘાત

01:21 PM Sep 12, 2024 IST | admin
સ્કૂટર લેવાની જીદે ચડેલા ધોરણ 12ના વિદ્યાર્થીનો આપઘાત

પિતાએ થોડા સમય બાદ લેવાનું કહેતા લાગી આવતા ગળેફાંસો ખાઇ લીધો, રાજકોટની ચોંકાવનારી ઘટના

Advertisement

હાલ બાળકોની જીદને પહોંચી વળવા માતા-પિતા ઘણુ બધુ કરતા હોય છે. ત્યારે બાળકોનું જીદ પૂરી ન થયા ત્યારે બાળકો રીસાઇને કોઇપણ પગલું ભરતા ડરતા નથી. ત્યારે રાજકોટમાં પણ એક આવી જ ઘટના બની છે. રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા ગોકુલપાર્કમાં રહેતા ધો.12નો વિદ્યાર્થી પિતા પાસે સ્કૂટર લેવાની જીદે ચડ્યો હતો. પરંતુ પિતાએ વાહન લેવા માટે થોડા સમય બાદનું કહેતા પુત્રને લાગી આવ્યું હતુ અને તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

જાણવ મળતી વિગત મુજબ, આજીડેમ ચોકડી પાસે ગોકુલપાર્કમાં રહેતા હર્ષલ દિપકભાઇ જોશી નામના 17 વર્ષના તરૂણે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા આજીડેમ પોલીસ મથકના હેડ.કોન્સ્ટેબલ જયદેવભાઇ બોસીયા અને રાઇટર પ્રતાપભાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 108 ઇ.એમ.ટી.ના રમેશભાઇએ હર્ષલને જોઇ તપાસી મૃત જાહેર ર્ક્યો હતો.

Advertisement

તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસમાંથી વિગતો જાણવા મળી રહી હતી કે, હર્ષલના પિતા સોલર કંપનીમાં નોકરી કરે છે. તેમજ હર્ષલ ધો.12માં અભ્યાસ કરતો હતો. હર્ષલને સ્કૂટર લેવું હોય જેથી તે શો રૂમ પર જઇ કોટેશન કઢાવી તેમના પિતાને આ બાબતે જાણ કરી હતી. પરંતુ ઘરના આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી તેમના પિતાએ થોડા સમય બાદ તને સ્કૂટર લઇ આપીશ. તેવું કહેતા હર્ષલ રીસાઇ ગયો હતો અને તેમના રૂમમાં જઇ પગલુ ભરી લીધું હતું. એકના એક પુત્રના મૃત્યુથી જોશી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement