ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રેમલગ્ન બાદ પરિવારે નહીં સ્વીકારતા પ્રેમીએ તરછોડી દેતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ

11:51 AM Aug 17, 2024 IST | Bhumika
featuredImage featuredImage
oplus_2097152
Advertisement
Advertisement

ચોટીલાના પ્રેમી યુગલે ભાગ્યા બાદ રાજકોટમાં વસવાટ શરૂ કર્યો’ તો

ચોટીલામાં રહેતી યુવતિ અને યુવકે એકાદ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતાં અને બાદમાં પ્રેમી યુગલે રાજકોટમાં વસવાટ શરૂ કર્યો હતો. જે પ્રેમ સબંધ પરિવારે નહીં સ્વિકારતા પ્રેમી પ્રેમીકાને મુકી નાશી ગયો હતો. પ્રેમીએ તરછોડી દેતા પ્રેમીકાએ ફિનાઈલ પી લીધું હતું. યુવતિને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતિના કાકાજી સસરાએ તેના ભત્રીજાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું કહેતા યુવતિએ પ્રેમી પાસે મુકી જવાની હટ સાથે પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું હતું.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં રહેતી હેતલબેન વિનોદભાઈ વાઘેલા નામની 28 વર્ષની યુવતિ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલા પ્રેમ મંદિર પાસે બગીચામાં હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવતિને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં હેતલબેન વાઘેલાએ એક વર્ષ પુર્વે ચોટીલામાં જ રહેતા સચિનગીરી બીપીનગીરી ગોસાઈ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતાં. અને બન્ને વડોદરા રહેવા ચાલ્યા ગયા હતાં. જ્યાંથી પ્રેમી યુગલ રાજકોટમાં આવ્યું હતું. જ્યાં પ્રેમી સચિનગીરી ગોસાઈનો પરિવાર પ્રેમ સબંધ સ્વિકારવા તૈયાર ન હોવાથી સચિનગીરી પ્રેમીકા હેતલબેન વાઘેલાની મુકી નાશી ગયો હતો. અને હેતલબેન પ્રેમી સચીનના કાકા મનસુખગીરી ગોસાઈ સાથે છેલ્લા 15 દિવસથી રહે છે. અને સચિનના કાકાએ જણાવેલ કે, તે માનસીક થઈ છે. અને તે સગાસબંધીના ઘરે છે. તેવું જણાવતા હેતલબેન મારે સચિન પાસે જવું છે તેવી હટ સાથે ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
chotila newsgujaratgujarat newsrajkotsuicide
Advertisement
Advertisement