મહાત્મા ગાંધી મ્યુઝિયમના મેનેજરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને મહાત્મા ગાંધી મ્યુઝીયમના મેનેજરે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામમાં આવેલા રવિકૃષ્ણ હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતા દેવલભાઇ રમેશભાઇ બારીયા (ઉ.વ.41)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખા સાથે ચૂંદળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી મૃતદેહને પીએમ એર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક દેવલભાઇ બે ભાઇ એક બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ જવાહર રોડ પર આવેલા મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ આ પગલુ શા માટે ભરી લીધુ એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનુ કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આબનાવથી એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિાવરમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.