For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં અચાનક ગરમીમાં વધારો, આવતીકાલથી હળવી ઠંડીનો રાઉન્ડ

01:27 PM Feb 20, 2024 IST | Bhumika
ગુજરાતમાં અચાનક ગરમીમાં વધારો  આવતીકાલથી હળવી ઠંડીનો રાઉન્ડ

ગુજરાતમાં ચાલુ વર્ષે શિયાળો બાયપાસ થઇ ગયો હોય તેમ હજુ સુધી ઠંડીએ જમાવટ કરી નથી ત્યાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે પવન સાથે ગરમીનો પણ અનુભવ થતા લોકો અકળાયા છે ત્યાં વળી આવતીકાલથી ઠંડીનો હળવો રાઉન્ડ શરૂ થવાની અને અમુક સ્થળે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી અનુસાર ઠંડી પડવાની છે. ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.
હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. કેટલાક વિસ્તારમાં તો વાદળછાયું વાતાવરણ રહેશે. પવનની ગતિમાં વધારો થતાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે. આજે ભાવનગર જિલ્લાનું મહુવા સૌથી ઠંડુંગાર રહ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે રાત્રિના તાપમાનમાં પણ હવે વધારો થઈ રહ્યો છે. જોકે, આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગની આગાહીમાં ક્યાંય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.

Advertisement

હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારથી કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રને છોડીને રાજ્યના અન્ય ભાગોમાં રાત્રીના તાપમાનમાં વધારો થયો છે, જ્યારે આગામી સમયમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન સામાન્ય કે સામાન્યથી થોડું ઉપર રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 5 દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર થશે અને ઠંડી વધશે, રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂૂ થશે. 21 થી 25 ફેબ્રુઆરી સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી લઘુતમ તાપમાનનો પારો ગગડશે, પવનની ગતિમાં વધારો થશે, અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ખાસ કરીને રાજ્યમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement