રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોટાદ અને વાવના ભાજપના પ્રભારીની અચાનક છૂટી

03:42 PM Oct 09, 2024 IST | admin
Advertisement

વાવની પેટા ચૂંટણીની ટિકિટ આપવાના નામે ઉઘરાણા કર્યા?

Advertisement

રાજ્યમાં હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં ભાજપે સદસ્યતા અભિયાન વેગવાન બને તે માટે બેઠકોનો દોર યોજાઈ શરૂૂ કર્યો છે. ત્યારે બેઠકોના દોર વચ્ચે ભાજપે એક નેતાને જવાબદારીમાંથી મુક્ત કર્યા છે. વાવના પ્રભારી ભરત આર્યાને જવાબદારીમાંથી મુક્તિ આપી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા બોટાદ જિલ્લા પ્રભારી તેમજ વાવ બેઠક પ્રભારીમાંથી પણ ભરત આર્યાને હટાવાયા છે.

મૂળ પાટણ જિલ્લામાંથી આવતા ભરત આર્યા ભાજપના કાર્યકર છે. વર્ષો જૂના ભાજપના કાર્યકર નેતા ભાજપના અનેક જવાબદારી નિભાવી ચૂક્યા છે. ભરત આર્યાને અગાઉ પાટણ, સાબરકાંઠા જિલ્લાના પ્રભારી રહી ચૂક્યા છે. સારી કામગીરીના કારણે ભરત આર્યાને વિધાનસભાની ચૂંટણી પૂર્વે બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી કામગીરી સોંપાઈ હતી.

વાવ બેઠકમાં ભાજપે ભરત આર્યાને પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. હરિયાણા અને જમ્મુ કાશ્મીર ચૂંટણી સાથે ગુજરાતની પેટા ચૂંટણી યોજાવાની સંભાવનાને કારણે જવાબદારી આ સોંપાઈ હતી. પરંતુ ગુજરાતની બેઠકો ચૂંટણી યોજાઈ નહીં. જોકે ગમે તે ક્ષણે વાવ બેઠક ચૂંટણી યોજાય તે માટે પ્રભારી નિયુક્તિ કરીને વાવ બેઠકમાં કામગીરી પ્રારંભ કરી હતી.

જોકે પેટા ચૂંટણી પૂર્વે ભાજપના દાવેદારોમાં રાફડો ફાટ્યો હતો. જેમાં અનેક લોકો તક મળશે તેવા વચનો સાથે જો હુકમી વલણ ભરત આર્યાનું નામ સામે આવ્યું હતું. જે અંગે ભાજપના નેતાઓ દ્વારા ભાજપના મોવડી મંડળને અલગ અલગ ફરિયાદો કરવામાં આવી હતી. વાવ વિધાનસભાની ટિકિટ આપવાના નામે પૈસા પડાવ્યા હોવાની ફરિયાદો મળી હોવાનું ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જે અંતર્ગત અલગ અલગ 10 જેટલા લોકો પાસેથી ટિકિટ આપવાના નામે પૈસા લીધા હોવાની ફરિયાદો મળી હોવાનું બા ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે ભાજપે તાત્કાલિક અસર સાથે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે મુજબ વાવ વિધાનસભા પેટા ચૂંટણી બેઠકની જવાબદારીમાંથી પણ ભરત આર્યાને તાત્કાલિક અસરથી મુક્ત કરાયા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે ભાજપના નેતાઓનું કહેવું છે કે ભરત આર્યાને જવાબદારીમાંથી મુક્ત કર્યાનું કહે છે પણ તેમને મુક્ત કરવાના કારણો અંગે ભાજપના નેતાઓ સ્પષ્ટતા કરવાની ટાળી રહ્યા છે. અગાઉ પણ ભાજપના મોવડી મંડળને મળતી ફરિયાદો અંગે કાર્યવાહી કરી હોય અને ભાજપ નેતાને જવાબદારીમાંથી મુક્ત કર્યા હોવાનું બન્યું છે. ત્યારે વધુમાં ફરી એક નેતાને મોવડી મંડળને મળતી ફરિયાદને આધારે મુક્ત કરવામાં આવ્યા છે.

Tags :
BJPBotadbotadnewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement