રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોકસભાના ઉમેદવાર રૂપાલા સામે ગુનો દાખલ કરવા રજૂઆત

04:56 PM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં રાજા મહારાજા અને રજવાડા તેમજ ક્ષત્રિય સમાજ પર ગંભીર ટીપ્પણી કરતાં રાજ્યભરમાં તેનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે ભાજપના આગેવાનો દ્વારા સમાધાનનો પ્રયાસ કરવા માટે બેઠક બોલાવી હતી. પરંતુ આ બેઠક પણ પડી ભાંગી હોય તેમ આજે ભાજપના ઉમેદવારનો વિરોધ સમગ્ર રાજ્યમાં યથાવત રહ્યો હતો અને રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગણી સાથે ઠેર ઠેર આવેદનપત્ર, પુતળા દહન અને ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાની જાહેરસભામાં ક્ષત્રિય સમાજની બહેન દિકરીઓ પર કરેલ ગંભીર ટીપ્પણીનો રાજ્યભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજમાં રોષ સાથે રાજકોટના ઉમેદવારની ટિકીટ રદ કરવાની માંગણી સાથે ઠેર ઠેર બેઠકો કરી જુદા જુદા કાર્યક્રમો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જો ટિકીટ રદ નહીં થાય તો ભાજપને એક પણ મત નહીં મળે તેમ જણાવવામાં આવી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં ગઈકાલે ગોંડલ ખાતે ભાજપના આગેવાનોએ ક્ષત્રિય સમાજની બેઠક બોલાવી હતી. જેમાં માત્ર ભાજપના જ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં રાજપુત સમાજની 90 સંસ્થાના હોદ્દેદારોને કોઈ જ આમંત્રણ આપવામાં આવ્યું ન હોય જેના કારણે આ બેઠકમાં થયેલ સમાધાનનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યાં છે અને પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સાથે આંદોલન ચાલુ રાખ્યું છે.

રાજકોટ કોઠારીયા કોલોનીમાં આવેલ ક્ષત્રિય ગીરાસદાર સેના દ્વારા લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પર ગુના દાખલ કરવાની માંગણી સાથે પોલીસ કમિશ્નરને ગજેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ જાડેજા, ઈન્દુભા રાઓલ અને નટુભા ઝાલા સહિતના કાર્યકરોએ લેખિતમાં ફરિયાદ અરજી આપી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
બીજી બાજુ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આજે મોરબી અને હળવદ ખાતે રાજપૂત સમાજનાં હોદેદારો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પરસોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગણી કરી સુત્રોચ્ચાર કર્યા હતાં. આ ઉપરાંત જૂનાગઢના કોયલાણા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ઠાઠડી કાઢીને તેના પુતળાનું દહન કર્યુ હતું. જ્યારે ઉત્તર ગુજરાતમાં સિધ્ધપુર પાટણ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.

Tags :
gujaratgujarat newsParasotambhai Rupalarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement