પાણાખાણ વિસ્તારની શાળા નંબર 18માં છાત્રોની હડતાલ
ચાઈનીઝ ઓપરેટરનો હાથો બની કરોડો ચાઉં કરનારી ગેંગના 11 સભ્યો સામે કડક કાર્યવાહી, ગુજરાતની પ્રથમ ઘટના
જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 18, કે જે પાણાખાણ વિસ્તારમાં આવેલી છે, તે શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવાનો મામલો વધુ ગરમાયો છે. સૌ પ્રથમ શાળાના વાલીઓ મેદાને પડ્યા પછી આજે વિદ્યાર્થીઓએ પણ તેમાં ઝંપલાવ્યું છે, અને વિદ્યાર્થીઓએ આજે શાળામાં જવાનો બહિષ્કાર કર્યો છે. 18 નંબરની શાળામાં આશરે 50) જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ એક વિદ્યાર્થી આજે શાળામાં ગયો ન હતો, અને શાળાની હાજરી શૂન્ય રહી હતી. જેથી શિક્ષક ગણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલકો માં ભારે ચર્ચા જાગી છે. ઉપરોક્ત શાળાના વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું છે, કે જ્યાં સુધી શાળાના શિક્ષક રામગોપાલ મિશ્રા કે જેઓનું સસ્પેન્શન રદ નહીં થાય, ત્યાં સુધી લડત ચાલુ રહેશે, અને શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાનું સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ કઢાવી જવાનો પણ આશ્ચર્યજનક કાર્યક્રમમાં આપશે, તેવી ચીમકી અપાઇ છે જેને લઈને ભારે દોડધામ થઈ છે.