બોર્ડના સર્વોત્તમ પરીણામને જ વાલીઓ પોતાની પ્રતિષ્ઠા ન સમજે
ધો.10-12ના છાત્રો સાથે પરીક્ષા સમયે હળવાશનો સમય પસાર કરવા માતા-પિતાને નિષ્ણાંતની સલાહ
બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે વાલીઓ ઘણાં ચિંતિત રહેતાં હોય છે. પરીક્ષાનાં વધી રહેલા પ્રેશરને લીધે બાળકો પણ ઘણી વખત ડિપ્રેશન, એનઝાઈટી, પેનિક અટેક, ગભરામણ જેવી સમસ્યાઓનો સામનો કરતાં હોય છે. પરીક્ષાનો ભય કહો કે સારા માર્ક મેળવવાનું પ્રેશર આ કારણોની બાળકો પર અત્યંત ગંભીર માનસિક અને શારીરિક અસર થાય છે. પરિણામે પરીક્ષામાં તેઓ સારું રિઝલ્ટ નથી મેળવી શકતાં અને તબિયત પણ બગાડી બેસે છે. બાળકોના માનસિક વિકાસ અને તેમના ઉછેર ક્ષેત્રે કામ કરતા પેરેન્ટીંગ થેરાપિસ્ટ અને ટ્રેઈનર રીરી ત્રિવેદી વિદ્યાર્થીઓ અને તેમના વાલી માટે કેટલીક ટિપ્સ આપી રહ્યા છે, જેની મદદથી બાળકો સ્ટ્રેસને દૂર કરીને ફ્રેશ મનથી પરીક્ષા આપી શકશે. ઠયહહક્ષયતત જાફભયનાં સ્થાપક રીરી ત્રિવેદીના કહેવા પ્રમાણે માત્ર પાંચ ટિપ્સથી વિદ્યાર્થીઓ સાવ સ્ટ્રેસ ફ્રી થઈને વાંચી શકે છે અને બેસ્ટ રિઝલ્ટ મેળવી શકે છે.
બાળકોની સાથે સાથે વાલીઓએ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂૂરી છે. કેટલીકવાર બાળક સ્ટ્રેસમાં ન હોય, પરંતુ પોતાના માતા-પિતાની અપેક્ષા અથવા તેમના વર્તનથી પરીક્ષા સમયે તેને સ્ટ્રેસ થાય છે. આવી સ્થિતિમાં એક્સપર્ટ રીરી ત્રિવેદી વાલીઓ માટે પણ ટિપ્સ આપી રહ્યા છે.
વાલીઓએ યાદ રાખવું કે આ પરીક્ષા તેમના બાળકનું લોન્ગ ટર્મ ભવિષ્ય નક્કી નહીં કરી શકે. પરીક્ષાનાં રિઝલ્ટ સાથે ફેમિલીની પ્રતિષ્ઠા સંકળાયેલી છે,પરીક્ષામાં સારા માર્કસ્ ન આવે તો ઘણું શરમજનક કહેવાય..વગેરે વિચારોને દૂર કરવા જોઈએ કારણ કે બાળકનું રિઝલ્ટ એ તમારા અથવા તો બાળકનું એકમાત્ર લક્ષ્ય નથી. તમારે સ્ટ્રેસ લેવો નહીં અને બાળકોને પણ સ્ટ્રેસથી દૂર રાખવાનો પ્રયાસ કરવો. બાળક સાથે પરીક્ષા સિવાયની વાત કરવી, ઘરનું પૌષ્ટિક જમવાનું આપવું, હસી-મજાકની વાતો કરીને બાળકનું મન ફ્રે કરાવવું વગેરે પ્રવૃતિઓ વાલીએ કરવી જોઈએ.
નેગેટિવિટીથી આ રીતે દૂર રહો
પરીક્ષા દરમિયાન બાળકોને સૌથી મોટું ટેન્શન હોય છે કે તેઓ વાંચેલું ભૂલી ન જાય અને સારા માર્કસ લાવી શકે. આવી સ્થિતિમાં માતા-પિતાએ ખાસ બાળક પાસે પોઝિટિવિટીની પ્રેક્ટિસ કરાવવી જોઈએ. જેમાં બાળકો સૂતાં પહેલાં પોઝિટિવ વાક્યો બોલી અથવા સાંભળી શકે છે, જેમ કે, મેં જે વાંચ્યુ છે તે મને યાદ રહ્યું છે. મને પરીક્ષામાં આવનારા તમામ પ્રશ્નોનાં જવાબ આવડે છે. હું પેનથી તમામ પ્રશ્નોનાં સાચા જવાબ લખી રહ્યો છું. આવું કરવાથી બાળકનાં અર્ધજાગ્રત મન પર સકારાત્મક અસર થાય છે અને બાળકમાં આત્મવિશ્વાસ જન્મે છે. જેની સીધી અસર બાળકનાં પર્ફોર્મન્સ અને માનસ પર પડે છે.
RULE OF 45
પરીક્ષા નજીક હોય તેવા સમયે વિદ્યાર્થીઓએ 45-60 મિનિટ સુધી સતત વાંચવું જોઈએ. પરંતુ, આટલા સમય બાદ ફરજિયાતપણ 10 મિનિટનો બ્રેક લેવો જોઈએ. સ્ટ્રેસમાં વાંચ્યા બાદ બાળકોનું મગજ થાકી જાય અને વાંચ્યુ હોવા છતાં યાદ રહેતું નથી. તેથી 45 મિનિટ સુધી શાંતિથી વાંચવું જોઈએ અને એ બાદ 10-15 મિનિટ માટે સ્ટ્રેચિંગ, વોકિંગ કરવું જોઈએ અથવા હવા-ઊજાસમાં બેસવા જેવી પ્રવૃતિઓ કરવી જોઈએ. આવી એક્સરસાઈઝ લોન્ગ ટર્મ મેમરીને પાવરફુલ બનાવે છે, જેથી બાળકોને ઓછા સમયમાં વધુ યાદ રહે છે.
વાંચવા સિવાયની પ્રવૃતિઓ ફરજિયાત કરવી
બાળકો પરીક્ષા નજીક આવે ત્યારે રમવાનું ,ટીવી જોવાનું વગેરે મનોરંજન છોડીને માત્ર કલાકો સુધી સળંગ વાંચ-વાંચ કરતા હોય છે. પરંતુ રીરી ત્રિવેદીના કહેવા પ્રમાણે વાંચવાની સાથે નોન એકેડમિક પ્રવૃત્તિઓ પણ જરૂૂરી છે. વાંચવાની સાથે બાળકો પોતાની મનગમતી પ્રવૃતિઓ જેવી કે સંગીત, સ્વિમીંગ, સ્પોર્ટસ્, નૃત્ય એવી કોઈપણ પ્રવૃતિ કરી શકે છે, જે ભણતર સાથે સંબંધિત ન હોય. આવું કરવાથી મગજ ફ્રેશ થાય છે અને પછીથી સારી રીતે વાંચી શકાય છે.
પૂરતી ઊંઘ લેવી જોઈએ
જનરલી બાળકો રાત્રે મોડે સુધી વાંચવા ટેવાયેલા હોય છે, અને આ બાબતને ફ્લેક્સ પણ કરતા હોય છે કે હું રાત્રે 12-1 વાગ્યા સુધી જાગું છું. પરંતુ જે બાળકો માત્ર 5-6 કલાકની જ ઉંઘ લે છે, તેની અસર લાંબાગાળે શરીર પર થાય છે. ખાસ કરીને પરીક્ષા દરમિયાન બાળકોએ ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. કેટલાક બાળકો આખી રાત જાગીને વાંચતા હોય છે, જેને કારણે થાકેલું મગજ અડધું વાંચેલું પરીક્ષામાં ભૂલી જાય છે અથવા તો પરીક્ષા દરમિયાન ઊંઘ આવ્યા કરે છે. તેથી 7-8 કલાકની ઊંઘ ચોક્કસથી લેવી જોઈએ.