છાત્રોએ પરીક્ષાથી ધ્રુજવું નહીં પરંતુ પરીક્ષા ધ્રુજે તેવી તૈયારી કરવી: મહંત સ્વામી
BAPSવિદ્યામંદિર ગોંડલ ખાતે મહંત સ્વામીની ઉપસ્થિતિમાં વાર્ષિક દિનની ઉજવણી
સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ વિકાસના ચંદરવા નિચે વિદ્યાની સોડમ પ્રસરાવતુ વિદ્યાતીર્થ, સ્વામી જ્ઞાનજીવનદાસજી ગુરુકુળનો 59મો વાર્ષિકોત્સવ પ્રકટ બ્રહ્મસ્વરૂૂપ ગુરુહરી મહંતસ્વામી મહારાજના સાન્નીધ્યમાં ધામધૂમથી ઉજવાયો હતો.
સવારે સ્વામીની પ્રાત:પુજામાં વિદ્યાર્થીઓએ અદ્ભુત કિર્તનભક્તિ પ્રસ્તુત કરી હતી ત્યારબાદ મહંતસ્વામી મહારાજે વિદ્યાર્થીઓને આર્શીવચન પાઠવ્યા હતા કે,‘વિદ્યાર્થીઓએ અભ્યાસ ખૂબ ધ્યાનથી કરવો. પરિક્ષાથી ધ્રુજવું નહિ પરંતુ પરીક્ષા ધ્રૂજે તેવી તૈયારી કરવી. ફર્સ્ટ નંબર લાવવો.’સાંજે 5:30 વાગ્યે મુખ્ય સમારંભનો પ્રારંભ થયો હતો જેમાં‘મુજ સંગાથે મહંતસ્વામી, હર પલ….હર સ્થલ…’ મધ્યવર્તી વિચાર સાથે વિવિધ રસપ્રદ કાર્યક્રમો રજૂ થયા હતા. શબ્દ અને સંગીતના તાલે નૃત્યાંજલીથી સ્વામીના આગમનને વધાવ્યું હતું. ચોટદાર સંવાદ દ્વારા મહંતસ્વામી મહારાજે વિદ્યાર્થીઓના મિત્ર કે પિતા બની અંગતરસ લઇ, જીવનનૌકાને મઝધારેથી કિનારે કઈ રીતે પહોંચાડી તેની રજૂઆત થઈ હતી. ‘આજની યુવાનીના બે ચહેરા:એક ભવ્ય અને બીજો કરુણ’તે વિષયક માઈમની ઉત્તમ પ્રસ્તુતિએ સૌને અભિભુત કર્યા હતા.
શિક્ષણમાં સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ પર મહંતસ્વામી મહારાજે સૌ પર કૃપાઆશિષ વરસાવ્યા હતા. વિદ્યાર્થીઓ સાથેની પ્રશ્નોત્તરીમાં સ્વામીએ અભ્યાસલક્ષી અને જીવનલક્ષી ઉત્તમ માર્ગદર્શન સાથે આશીર્વચન પાઠવ્યા હતા.
ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમના ધો.6 થી 12 સુધીના 2500 વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. તેમજ ગોંડલ શહેરના વિદ્યાર્થીઓ માટે પણ અક્ષર મંદિર સામે એક સ્કૂલ કાર્યરત છે. જેમાં કે.જી.થી ધો.12 સાયન્સ, કોમર્સ સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
કોર્પોરેશન બેંકની બાજુમાં મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી જૂન, 2018 થી ક્ધયાઓ માટે ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમની સ્કૂલ કાર્યરત છે. તેમાં કે.જી.થી ધો.12 સાયન્સ અને કોમર્સ સુધીની બંને માધ્યમની 2000 જેટલી ક્ધયાઓ સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે. આમ, ત્રણેય સંકુલના મળીને કુલ 6500 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.