ખંભાળિયાની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી
06:49 PM Feb 29, 2024 IST | Bhumika
- વિદ્યાર્થીઓને હરાજી, રાસાયણિક ખાતરના ડેપો અંગે માહિતગાર કરાયા -
Advertisement
ખંભાળિયા શહેરને સંલગ્ન આવેલી ધોરીવાવ પ્રાથમિક શાળાના છઠ્ઠા ધોરણના બાળકોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી.અહીં આવેલા વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે માર્કેટિંગ યાર્ડની કામગીરી અંગે સમજ મળી રહે તે હેતુથી માર્કેટિંગ યાર્ડની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો પી.એસ. જાડેજા તેમજ સેક્રેટરી ભાવેશભાઈ જોગલ દ્વારા બાળકોને માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવતી હરાજી સહિતની બાબત અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
Advertisement
આટલું જ નહીં, યાર્ડ પરિસરમાં આવેલા જુદા જુદા રાસાયણિક ખાતરના ડેપોની મુલાકાત કરાવી, ખેડૂતોને તેમની ઉપજનું વેંચાણ માર્કેટિંગ યાર્ડમાં કરવાથી થતા લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ જાણકારી મેળવીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો.
Advertisement