ધો.12 અને ગુજકેટનું પરિણામ પત્રક ગુમ હોવાની છાત્રોની ફરિયાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, સાયન્સ અને ગુજકેટનું ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવાયું હતું પરંતુ તેમાં GSEB બોર્ડની મોટી ગંભીર બેદરકારી આવી સામે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટને લઈને બેદરકારી સામે આવતા વિદ્યાર્થી અને વાલીઓ ચિંતામાં મુકાયા છે.
GSEB બોર્ડની મોટી ગંભીર બેદરકારી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટને લઈને મોટી બેદરકારી સામે આવી છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીએ માર્કશીટો આપવામાં આવી રહી છે. આ દરમિયાન અનેક સ્કૂલમાં વિદ્યાર્થીઓની માર્કશીટો મિસિંગ હોવાની ફરિયાદ ઉઠી છે. ગઈકાલથી સ્કૂલોમાં માર્કશીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટ ના આવતા વિદ્યાર્થીઓ નિરાશ થઈ ઘરે પરત ફર્યા છે. બોર્ડની ગંભીર બેદરકારીને લઈને સ્કૂલોએ બોર્ડ અને ઉઊઘને લખ્યા પત્ર છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ, સાયન્સ અને ગુજકેટનું ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 27 ફેબ્રુઆરીએ રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. રાજ્યમા GSEB બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.