ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી
સીબીએસઈ બોર્ડની 10માં અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. હવે પરીક્ષા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓ તૈયારીઓમાં લાગી ગયા છે. આ વર્ષે સીબીએસઈ 10મું, 12માં પરીક્ષામાં લગભગ 44 લાખ વિદ્યાર્થીઓ સામેલ થશે. સીબીએસઈ બોર્ડે પરીક્ષા દરમ્યાન નકલ અને પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે અમુક ગાઈડલાઈન જાહેર કરી છે. જો કોઈ વિદ્યાર્થી આ ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તેને 2 વર્ષ માટે બોર્ડ પરીક્ષામાંથી બૈન કરી દેવામાં આવશે.
સીબીએસઈની ગાઈડલાઈન્સ અનુસાર, 10મા અને 12માં ધોરણ બોર્ડની પરીક્ષા 2025માં સામેલ થનારા વિદ્યાર્થી હોલમાં મોબાઈલ ફોન અથવા કોઈ પણ ઈલેક્ટ્રોનિક આઈટમ લઈ જઈ શકશે નહીં. જો કોઈ વિદ્યાર્થી આ વસ્તુ સાથે પકડાશે તો તેને 2 વર્ષ સુધી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત જે વિદ્યાર્થી પરીક્ષા સાથે જોડાયેલી અફવાઓ ફેલવાશે, તેમને આ વર્ષએ અને આગામી વર્ષની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓનું આયોજન સીસીટીવી કેમેરાની કડક સુરક્ષાની વચ્ચે થશે.
આ પગલું પરીક્ષા કેન્દ્રો પર પારદર્શિતા અને નિષ્પક્ષતા બનાવી રાખવા માટે ઉઠાવવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેથી કોઈ પણ ખોટા કામને રોકી શકાય. વિધાર્થીઓ કલાસરૂમમા એડમિટ કાર્ડ અને સ્કૂલ આઈડી કાર્ડ પ્રવેશ પત્ર અને કોઈ પણ સરકારી ફોટો આઈડી કાર્ડ સ્ટેશનરી આઈટમ, જેમ કે ટ્રાંસપરેંટ પાઉચ, વાદળી/જેલ પેન/ બોલપેન, જ્યોમેટ્રેરી/પેન્સિલ બોક્સ, સ્કેલ, ઈરેજર, રાઈટિંગ પેડ એનાલોડ ઘડિયાળ, ટ્રાંસપરેંટડ પાણીની બોટલ, વોલેટ, ડિઝાઈનર ચશ્મા, પર્સ, હેંડબેગ વગેરે લઇ જઇ શકશે જયારે સ્ટેશનરી આઈટમ (જેમ કે સ્ટડી મટીરિયલ-પ્રિન્ટેડ અથવા લખેલું), કેલક્યુલેટર, કાગળના ટુકડા, પેન ડ્રાઈવ, ઈલેક્ટ્રોનિક પેન, સ્કેનર વગેરે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ, (જેમ કે મોબાઈલ ફોન, બ્લૂટૂથ, ઈયરફોન, માઈક્રોફન, પેજર, હેલ્થ બેંડ, સ્માર્ટ વોચ, કેમેરા વગેરે). આ ઉપરાંત વોલેટ, ડિઝાઈનર ચશ્મા, પર્સ, હેંડબેગ વગેરે પણ લઈ જઈ શકશે નહી ડાયાબિટીઝના દર્દીને બાદ કરતા, કોઈ પણ ખાવા-પીવાની વસ્તુ પરીક્ષા કેન્દ્રમાં લઈ જઈ શકશો નહીં.