For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગણિત-વિજ્ઞાન ના પુસ્તકો ગુજરાતી અંગ્રેજી ભાષા માં ભણી શકશે વિદ્યાર્થીઓ

04:16 PM Dec 05, 2023 IST | Bhumika
ગણિત વિજ્ઞાન ના પુસ્તકો ગુજરાતી અંગ્રેજી ભાષા માં ભણી શકશે વિદ્યાર્થીઓ

નવિ શિક્ષણ નિતિ અંતર્ગત સરકાર દ્વારા અભ્યાસક્રમમાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા અલગ-અલગ 6 જેટલા સ્ટાર્ન્ડડમાં અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવશે અને તે ફેરફાર કરવાની હાલ સરકાર દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 1થી 12માં કુલ 6 ધોરણનાં પુસ્તકોમાં એક કે એકથી વધારે પાઠ્યપુસ્તકો બદલાશે. જ્યારે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન અને 12ના ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં રોડ સેફ્ટીનું નવું પ્રકરણ ઉમેરાશે. આ ઉપરાંત ધો.5થી 8ના વિવિધ વિષયોના પાઠ્યપુસ્તકો પણ બદલાશે. હાલમાં તમામ નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની કામગીરી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ચાલી રહી છે. ટૂંક સમયમાં નવાં પાઠ્યપુસ્તકો છાપવાની કામગીરી શરૂૂ થશે.

Advertisement

બાળકોમાં બદલાતા સમય પ્રમાણે નવું જ્ઞાન મળે તે માટે સ્કૂલોના પાઠ્યપુસ્તકોમાં સરકાર નવા પ્રકરણો ઉમેરે છે, જેથી વિદ્યાર્થીઓને નવા વિષયોનું જ્ઞાન મળી રહે. હાલમાં રોડ સેફ્ટી અને સજીવ ખેતી જેવા વિષયોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેથી આ વિષયોને પાઠ્યક્રમમાં ક્રમશ: ઉમેરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નવી શિક્ષણનીતિ પ્રમાણે જે નવા વિષયો ઉમેરાયા છે તેને લગતાં ચેપ્ટર પણ હવે નવાં પાઠ્યપુસ્તકોમાં ઉમેરાશે. તમામ ચેપ્ટરોમાં બાળકોની કક્ષાએ શું જ્ઞાન મળવું જોઈએ?, ઉપરાંત ભવિષ્યના નાગરિકો પાસેથી નવા મુદ્દા પર શી અપેક્ષા રખાય છે તે બાબતો ઉમેરવામાં આવી છે.6 ધોરણોમાં પુસ્તકો, બાકીમાં નવાં પ્રકરણો ઉમેરાશે જેમાં ધો. 10 સામાજિક વિજ્ઞાનમાં રોડ સેફ્ટી, પ્રાકૃતિક ખેતી, ધો. 12 ગુજરાતી રોડ સેફ્ટી, ધો. 7 ગુજરાતી પ્રથમ ભાષાનું પુસ્તક બદલાશે, ધો. 8 ગુજરાતી દ્વિતીય ભાષાનું પુસ્તક બદલાશે, ધો. 5 અંગ્રેજી દ્વિતીય ભાષાનું પુસ્તક બદલાશે, ધો. 6 ગુજરાતી તમામ પુસ્તકો બદલાશે, ધો. 6 સંસ્કૃત તમામ પુસ્તકો બદલાશે.પાઠ્યપુસ્તક મંડળના જણાવ્યા પ્રમાણે, એક પાઠ્યપુસ્તકની લેખન સામગ્રી તૈયાર કરીને પુસ્તક સ્વરૂૂપે માર્કેટમાં મૂકવા સુધીમાં આઠ મહિનાથી એક વર્ષનો સમય લાગે છે, જેમાં ભાષાનું પુસ્તક હોય તો લેખની કૃતિ લેવાની હોય છે, જ્યારે અન્ય વિષયોમાં સમગ્ર પુસ્તકની સામગ્રી તૈયાર કરવાની હોય છે. લેખની સામગ્રી બાદ સલાહકાર સમિતિ, ભાષાશુદ્ધિ વગેરે તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ પુસ્તકને પ્રિન્ટિંગ માટે મોકલવામાં આવે છે.ગણિત-વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તક ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આવશે. આ પુસ્તકોમાં પારિભાષિક શબ્દ ગુજરાતીની સાથે કૌંસમાં અંગ્રેજી ભાષામાં પણ મળશે, જેથી જે વિદ્યાર્થીને અંગ્રેજી શબ્દના ગુજરાતીની સાથે અંગ્રેજી મૂળ શબ્દના ઉચ્ચારણ વિશે માહિતી મળશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement