યુજીસી નેટની પરીક્ષામાં વિદ્યાર્થીઓ હવે આયુર્વેદ બાયોલોજી વિષય પસંદ કરી શકશે
2024-ડિસેમ્બરમાં યોજાનાર પરીક્ષામાં સમાવેશ કરવા કમિશનની બેઠકમાં નિર્ણય
આયુર્વેદ બાયોલોજી વિષયને રાષ્ટ્રીય પાત્રતા કસોટી (ઞૠઈ ગઊઝ) પરીક્ષામાં પણ સામેલ કરવામાં આવ્યો છે. ઞૠઈ કમિશનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ડિસેમ્બર 2024માં યોજાનારી ઞૠઈ ગઊઝ પરીક્ષામાં વિદ્યાર્થીઓને વધારાના વિષય તરીકે આયુર્વેદ બાયોલોજી પસંદ કરવાની તક પણ મળશે. થોડા સમય પહેલા યુજીસીએ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષયને યુજીસી નેટમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.
યુજીસીના ચેરમેન પ્રોફેસર એમ. જગદીશ કુમાર કહે છે કે આયુર્વેદ બાયોલોજી વિષયમાં વિદ્યાર્થીઓને આયુર્વેદના પ્રાચીન વિજ્ઞાનને જાણવાનો મોકો મળશે. વિદ્યાર્થીઓને આ અનોખો વિષય પસંદ કરવાની તક આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે લોકો કુદરતી અને સર્વગ્રાહી આરોગ્ય સંભાળના ફાયદાઓ વિશે વધુ જાગૃત થઈ રહ્યા છે, તેઓ એલોપેથિક દવાના વિકલ્પ તરીકે આયુર્વેદને પણ અપનાવી રહ્યા છે. આયુર્વેદને આધુનિક આરોગ્યસંભાળ પ્રણાલીમાં વધુને વધુ એકીકૃત કરવામાં આવી રહ્યું છે. આયુર્વેદને સમકાલીન વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં સમજવું જોઈએ.
યુજીસીના અધ્યક્ષે કહ્યું, આયુર્વેદ બાયોલોજી દ્વારા તમને ભારતના પરંપરાગત જ્ઞાન વિશે વિગતવાર અભ્યાસ કરવાની તક મળશે આયુર્વેદ જીવવિજ્ઞાનમાં પીએચડી પૂર્ણ કર્યા પછી, વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓમાં સંશોધન કરવાની અને અન્ય વિદ્યાર્થીઓને તાલીમ આપવાની પણ તક મળશે.
આ વિષય જૂનો હોઈ શકે છે, પરંતુ ક્ષેત્ર નવું છે. ગઊઝ પરીક્ષા વિષયની સૂચિમાં પ્રથમ વખત ઉમેરવામાં આવ્યું હોવાથી, ઉમેદવારો માટે કારકિર્દીમાં આગળ વધવાની આ એક શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (ઞૠઈ ગઊઝ ના વિષયોની સૂચિ) માં આવ્યા પછી, આ ક્ષેત્રમાં નવી નોકરીની તકો ખોલવાની દરેક સંભાવના છે.