For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેર-જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં: ઠંડીનો પારો સડસડાટ 14.5 ડિગ્રી સુધી નીચે ગગડ્યો

12:42 PM Nov 22, 2024 IST | Bhumika
શહેર જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં  ઠંડીનો પારો સડસડાટ 14 5 ડિગ્રી સુધી નીચે ગગડ્યો
Advertisement

જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, અને આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14.5 થી નીચે ચાલ્યો ગયો હોવાથી કાતિલ ઠંડી નો સામનો કરવો પડ્યો છે. ઉપરાંત મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. જયારે પવનની તીવ્રતામાં વધારો થયો છે.

સમગ્ર જિલ્લા માં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે, દરમિયાન ગઈકાલે રાત્રે ઠંડીનો પારો 14.5 ડીગ્રી સુધી નીચે ચાલ્યો જતાં ઠંડીનો સપાટો બોલી ગયો છે. અને શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે.

Advertisement

છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડીનો માહોલ જયારે બપોરે આકરો તાપ ઉપરાંત વહેલી સવારે ઝાકળ નો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં પરમ દિવસે સવારથી ઠંડીનો ચમકારો વધી ગયો છે, અને ઠંડીનો પારો ધીમે ધીમે નીચે સરકી રહ્યો છે.દરમિયાન આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 14.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું, જયારે મહત્તમ તાપમાન ઘટીને 30.0 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિમાં વધારો થયો છે, અને સરેરાશ પ્રતિ કલાકના 25 થી 30 કી.મી. ની ઝડપે રહી હતી. હાલાર પંથકમાં હજુ ઠંડી નો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement