For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે છાત્રો તા.15મી સુધી ફોર્મ ભરી શકશે

06:51 PM Feb 13, 2024 IST | Bhumika
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે છાત્રો તા 15મી સુધી ફોર્મ ભરી શકશે

કોમન એન્ટ્રન્સ ટેસ્ટના રજિસ્ટ્રેશનની મુદત બીજી વખત વધુ ત્રણ દિવસ લંબાવી છે. જેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે એ માટે નિર્ણય લેવાયો છે. ઈઊઝના ફોર્મ ભરવા માટે અગાઉ પણ ત્રણ દિવસની મુદત વધારી આપી હતી. શનિ અને રવિવાર રજા આવી હોવાથી હજુ પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી.

Advertisement

પ્રોજેક્ટ સ્કૂલોમાં પ્રવેશ માટે તેમજ સ્કોલરશીપ યોજના માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ઈઊઝ)ના ફોર્મ ભરવાની મૂદત વધુ ત્રણ દિવસ લંબાવવામાં આવી છે. ફોર્મ ભરવામાથી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ આગામી તા.15મી ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકશે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે એ માટે બીજી વખત મૂદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ઈઊઝ) માટે 29મી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી, જેની મૂદત તા.9 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થતી હતી.

દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડને રજૂઆતો મળી હતી કે, હજુ કેટલાક વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન બાકી છે. દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ત્રણ દિવસની મૂદત લંબાવવામાં આવી હતી, જે 12 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થતી હતી. આ ત્રણ દિવસની જે મૂદત આપવામાં આવી એમાં શનિ અને રવિવાર રજા આવી હોવાથી હજુ પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી. બીજી વખત મુદત લંબાવીને વધુ ત્રણ દિવસ આપવામાં આવ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement