બસપોર્ટમાં સમયના ધાંધિયાથી પાસ કઢાવવા છાત્રોને ધક્કા
બારી કયારે ખૂલ્લે કયારે બંધ તેનો નેઠો જ નહીં હોવાનો હિતરક્ષક સમિતિનો આક્ષેપ: સર્વર ડાઉન થતા પાસ કઢાવવા બાંધી કતાર
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. શૈક્ષણિક હબ બની ગયેલ રાજકોટ શહેરમાં શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં અવરજવર રહે છે. આ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એસ.ટી બસમાં અવરજવર થતી રહે છે જે પગલે હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂૂ થયાની સાથે પાસની બારી કાઢવાનો સમય વધારવાને બદલે ઘટાડી દેવામાં આવતા અને સર્વર ડાઉનની મુશ્કેલીઓ વખતો વખત પડી રહી હોવાને બદલે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે.
અગાઉ પાસની બારી સવારે 7:00 વાગ્યે ખુલતી હતી તેવું જાણવા મળે છે પરંતુ હવે પાસની બારી સવારે 9-00 ખોલવામાં આવે છે. પાસ બારી પર પાસ કાઢવાનો સમય દર્શાવતું કોઈપણ જાતનું બોર્ડ લગાવવામાં આવેલ નથી અને આ બોર્ડ ન હોવાને પગલે વિદ્યાર્થીઓ માટેની પાસ બારી મન ફાવે ત્યારે ખુલે છે અને મન ફાવે ત્યારે બંધ થાય છે એ પ્રકારની ફરિયાદ આજ રોજ વિદ્યાર્થીઓ તરફથી એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 94262 29396 ગજેન્દ્રસિંહ ઝાલા ને ટેલીફોનિક ફરિયાદ કરવામાં આવતા તેઓ રૂૂબરૂૂ એસ.ટી બસ પોર્ટ પર દોડી જઈ એસ.ટીના અધિકારી ઉપસ્થિત ન હોવાને પગલે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એ.ટી.આઈ. આર.ડી. મકવાણાને ટેલીફોનિક રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે પાસ બારી પર સમય વધારવાની જરૂૂર છે અને જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની લાઈનો લાગે છે તે સ્થળે કોઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવી નથી અને પાસનો કાઢવાનો સમય બારી પર દર્શાવેલ નથી.
ફરીથી જુના સમય મુજબનો પાસ કાઢવાનો સમય સવારનો 7:00 વાગ્યા નો કરવો અને જે સમય દરમિયાન પાસ કાઢવાનો હોય તેના બોર્ડ લગાવો અને બેઠક વ્યવસ્થા નો અભાવ છે વિદ્યાર્થીઓને ફરજિયાત ઊભું રહેવું પડે છે પાસ કાઢવાના સ્થળે બેઠક વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવી.
રાજકોટના સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઈ હરિભાઈ ચગ ને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યોએ આ અંગે પાસ બારીમાં વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને પડતી હાલાકી તાત્કાલિક નિવારવા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પણ જણાવ્યું છે કે તાજેતરમાં નવું સત્રનો પ્રારંભ થયો છે ત્યારે પાસમાં સ્વાભાવિક રીતે ઘસારો રહે ત્યારે ઘસારો નિવારવા અને લાઈનો ન લાગે તેની તકેદારી રાખી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની અલગ લાઈનો કરાવવા અને જરૂૂર જણાય તો વધુ એક બારી ખોલવા પણ માંગ ઉઠાવી હતી.