ગોંડલમાં ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં છાત્રનું ઝાડા-ઊલટીથી મોત, સંચાલકોની બેદરકારી
સ્કૂલ સંચાલકો અને ડોકટરની બેદરકારીથી મોત નીપજ્યાનો પરિવારનો આક્ષેપ: રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઊમટી પડેલા વિપ્ર સમાજની ન્યાયની માંગ સાથે આંદોલનની ચીમકી: રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ જ બે બહેનોના એકનાં એક ભાઈના મોતથી કરૂણ કલ્પાંત
ગોંડલ ની ધોળકીયા સ્કુલ માં હોસ્ટેલ માં રહીને ધોરણ 12 સાયન્સ માં અભ્યાસ કરતા માળીયા હાટીના નાં 17 વર્ષ નાં કિશોર ને ઝાડા ઉલ્ટી થયા બાદ તેનું મોત નિપજતા બૃમ્હ સમાજ રોષિત બન્યો હતો.સ્કુલ સંચાલકો દ્વારા યોગ્ય સારવાર અપાઇ નાં હોય બૃમ્હ સમાજ દ્વારા બનાવ ની તપાસ કરી ધોળકીયા સ્કુલ નાં જવાબદારો સામે પગલા લેવા અને ફોરેન્સિક પીએમ ની માંગ કરતા કિશોર નાં મૃતદેહ ને રાજકોટ ખસેડાયો હતો.બનાવ ની કરુણતા એ હતી કે મૃતક કિશોર બે બહેનો વચ્ચે એકને એક ભાઈ હતો.રક્ષાબંધન નાં આગલા દિવસે જ ભાઈ નું મૃત્યુ થતા પરીવાર માં કાળો કલ્પાંત છવાયો હતો.અને હોસ્પિટલ માં હૈયાફાટ રુદન થી શોક છવાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મુળ માળીયા હાટીના અને હાલ ગોંડલ ધોળકીયા સ્કુલ માં હોસ્ટેલ માં રહી ધોરણ 12 સાયન્સ માં અભ્યાસ કરતા શ્યામ લલીતભાઈ પાઠક ઉ.17 ને સવારે ઝાડા ઉલ્ટી ની અસર થતા ધોળકીયા સ્કુલ નાં હોસ્ટેલ સંચાલક ધ્વારા ગુંદાળારોડ પર આવેલી શ્રધ્ધા હોસ્પિટલ માં સારવાર અપાઇ હતી.ત્યાં દવા અને બાટલા અપાયા બાદ હોસ્ટેલ પરત કરાયો હતો.દરમિયાન શ્યામ ની હાલત વધુ બગડતા ગોંડલ રહેતા કૌટુબિંક એવા પ્રદીપભાઇ જોશી અને અમદાવાદ થી આવેલા પિતરાઇ સાવનભાઈ પાઠકે રીક્ષા દ્બારા શ્યામ ને હોસ્ટેલ થી ફરી શ્રધ્ધા હોસ્પિટલ લઇ ગયા હતા.પરંતુ ડોક્ટર હાજર ના હોય મેડીકેર હોસ્પિટલ ખસેડ્યો હતો.પરંતુ શ્યામે રસ્તા માંજ દમ તોડી દેતા આખરે મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.હોસ્પિટલ ખાતે સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડે બનાવ ની ગંભીરતા જોઈ બૃમ્હ સમાજ નાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય ને જાણ કરતા તેઓ કલ્પેશભાઈ વ્યાસ, પારસભાઇ જોશી,વિજયભાઈ ભટ્ટ, જૈમિનભાઇ ભટ્ટ, યોગેન્દ્રભાઇ જોશી,આશિષભાઈ વ્યાસ, જીતુભાઇ પંડ્યા,નિખિલ જોશી, રજનીભાઇ પંડ્યા, બ્રિજેશ ઉપાધ્યાય સહિત હોસ્પિટલ દોડી આવ્યા હતા.જ્યાં વિપ્ર કિશોર ને યોગ્ય સારવાર અપાવવા માં ધોળકીયા સ્કુલ નાં સંચાલકો ની ઘોર બેદરકારી સામે આવતા બૃમ્હ સમાજ નાં આગેવાનો આગબગુલા બન્યા હતા.
થોડીવાર માં બૃમ્હ સમાજ નાં યુવાનો પણ હોસ્પિટલ દોડી આવતા ટોળા જામ્યા હતા.અને માહોલ ગરમાતા પોલીસ દોડી આવી હતી.દરમ્યાન ધારાસભ્ય નાં અંગત સચિવ નિલેશ જેઠવા અને નગર પાલીકા નાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા પણ હોસ્પિટલ દોડી આવી બૃમ્હ સમાજ નાં આક્રોશ ને શાંત પાડવા પ્રયત્ન કર્યા હતા.જીતુભાઇ આચાર્ય એ હોસ્ટેલ નું સંચાલન કરતા ગોકાણી ને ફોન કરી હોસ્પિટલ આવવા જણાવ્યું હતુ.અને છેક બે કલાકે ગોકાણી હોસ્પિટલ પંહોચ્યા હતા.જ્યાં બૃમ્હ સમાજ નાં આગેવાનોએ તેનો ઉધળો લીધો હતો.આગેવાનોએ સવાલ કર્યા હતા કે શ્યામ બે ત્રણ દિવસ થી બીમાર હતો.તો તાકીદ ની સારવાર કેમ નાં અપાઇ? શ્રધ્ધા હોસ્પિટલ વાસ્તવ માં ક્લિનિક છે.ત્યા બીએચએમએસ ની ડીગ્રી ધરાવતા ડો.વેકરીયા દ્વારા બાટલા ચડાવી શ્યામ ને રજા આપી દેવાઇ હતી.વાસ્તવ માં શ્યામ ને કોઈ સારી હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પીટલ માં સારવાર અપાવવાનું સ્કુલ સંચાલકો ને કેમ નાં સુજ્યુ? શ્યામ ની ગંભીર હાલત પ્રત્યે કેમ બેદરકારી દાખવાઇ વગેરે સવાલો નો મારો ચલાવ્યો હતો.બનાવ ને લઈ ને બીથ ડીવીઝન પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ જાડેજા દોડી આવ્યા હતા.બૃમ્હ સમાજ દ્વારા શ્યામ નાં મૃતદેહ નુ ફોરેન્સિક પીએમ માટે માંગ કરાતા તેનાં મૃતદેહ ને રાજકોટ ખસેડાયો હતો.
માળીયા હાટીના થી શ્યામ ના માતા અને અન્ય પરીવાર ગોંડલ દોડી આવ્યો હતો.હોસ્પિટલ માં તેઓના હૈયાફાટ રુદન થી ગમગીની છવાઈ હતી.બૃમ્હ સમાજ દ્વારા પરીવાર ને માળીયા હાટીના પરત જવા વાહન વ્યવસ્થા કરી આપી સાંત્વના આપી હતી.
મૃતક શ્યામ પરીવાર માં બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો.રક્ષાબંધન નાં આગલા દિવસે જ ભાઈ છવાઈ જતા કરુણાંતિકા સર્જાઇ હતી.
બૃમ્હ સમાજ દ્વારા શ્યામ નાં મૃત્યુ અંગે ધોળકીયા સ્કુલ નાં જવાબદારો સામે આકરાં પગલા લેવા માંગ કરી અન્યથા ઉગ્ર આંદોલન ની ચીમકી અપાઇ છે.