રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બસપોર્ટની એન્ટ્રીમાં બે બસ વચ્ચે ચગદાઇ જતાં છાત્રનું મોત

11:44 AM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરમાં રોજબરોજ અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલુ એસ.ટી.બસપોર્ટ હવે અકસ્માત ઝોન બની ગયુ છે. 20 દીવસ પૂર્વે જ બસપોર્ટની અંદર સુરેન્દ્રનગરના એક વૃદ્ધને બસે ઠોકરે લેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.ત્યારે સવારે ફરી બસપોર્ટના એન્ટ્રી ગેઇટ પાસે બે બસ વચ્ચે ચગદાઇ જવાથી ગોંડલના ગુંદાસરાના વિદ્યાર્થીનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે એ-ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બસના ચાલકને સકંજામાં લઇ પુછપરછ શરૂ કરી હતી. તેમજ ગોંડલના ગુંદાળા ગામે રહેતા મૃતકના પરિવારને જાણ કરતા તેઓ પણ રાજકોટ આવી પહોંચ્યા હતાં.

Advertisement

બનાવની વિગતો અનુસાર, આજે સવારે એસ.ટી.બસપોર્ટની બહાર જુનાગઢ-રાજકોટ રૂટની બસ અને પાલીતાણા-જાનગર રૂટની બસ વચ્ચે ફસાઇ જતાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા એ-ડીવીઝન પોલીસનાં પીઆઇ આર.જી. બારોટ, હેડકોન્સ્ટેબલ કિસનભાઇ આહીર અને સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમજ બસપોર્ટના અધિકારીઓ પણ ત્યાં આવી પહોચ્યાં હતાં.

આ બનાવ અંગે માહિતી મેળવતા મૃતકનું નામ બ્રિજેશ સોહીલભાઇ સોલંકી (કોળી) (ઉ.વ.21) હતુ અને પોતે ગોંડલના ગુંદાળા ગામે રહે છે. હેમુગઢવી હોલની બાજુમાં આવેલી એવીપીટી કોલેજના બીજા વર્ષમાં ડીપ્લોમાંનો અભ્યાસ કરતો હતો. બ્રિજેશ બે ભાઇમાં નાનો હતો તેમના પિતા માર્કેટીંગ યાર્ડમાં મજુરી કામ કરે છે. તેમના માતાનું નામ મનીષાબેન છે. તેમના મિત્ર ધવલ મેરે જણાવ્યું હતુ કે, આઠેક દીવસથી કોલેજમાં રજા હતી જેથી બંન્ને વતન ગોંડલના ગુંદાળા ગામે ગયા હતા. ત્યાંથી આજે સવારે રાજકોટ-આવવા નીકળ્યાં ત્યારે બસપોર્ટની બહાર ચારથી પાંચ બસની લાઇન હોય જેથી અમારી બસના ડ્રાઇવરે થોડી વાર બસ બંધ કરી અને બ્રિજેશ ત્યાં ઉતરીને ચાલવા ગયો ત્યારે અમારી જુનાગઢ-રાજકોટ રૂટની બસના ડ્રાઇવરે બસ હંકારતા વચ્ચે બ્રિજેશ ફસાઇ ચગદાઇ જતાં તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આજે રાજકોટ બસપોર્ટ પર ઉતરી તેઓને દ્વારકા ફોટોગ્રાફી જવા નીકળવાના હતા. તે પહેલા જ આ ઘટના બનતા અરેરાટી મચી ગઇ છે.

Tags :
accidentbusdeathgujaratgujarat newsrajkotRajkot busportrajkot news
Advertisement
Next Article
Advertisement