For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કરાયો

06:55 PM Oct 01, 2024 IST | Bhumika
ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય  ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કરાયો
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. . આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે. વીઝીટીંગ ડોકટરોના માનદ વેતનમાં અંતરના આધારે વિઝીટ દીઠ રૂ. 200થી રૂ.600 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ ૨૦૧૮માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા.

Advertisement

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સેવાભાવી ટ્રસ્ટો દ્વારા અનેક ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો સેવાકીય હેતુસર ચલાવવામાં આવે છે. આવી હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરની સેવા સરળતાથી મળી રહે તે માટે રાજ્યની વિવિધ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના ટ્રસ્ટીઓ અને એસોશીએશન દ્વારા માનદ વેતનના દરમાં વધારો કરવા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ અંગેની રજૂઆતોને સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી હકારાત્મક પ્રતિભાવ આપતા વેતનમાં વધારો કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

તેમણે સુધારેલા દર અંગે વાત કરતા કહ્યું કે, ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરનો આશરે ૫૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે રૂ. ૭૦૦ છે, જેને હવે વધારીને રૂ. ૧,૦૦૦ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ૫૧ થી ૧૦૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર રૂ. ૮૦૦ થી વધારીને રૂ. ૧,૨૫૦ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૦૦ કિ.મી.થી વધારે અંતર માટે માનદ વેતનનો દર જે અત્યારે રૂ. ૯૦૦ છે, તેને વધારીને રૂ. ૧,૫૦૦ કરવામાં આવ્યો છે. નવા સુધારેલા વીઝીટીંગ દરના પરિણામે ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો તજજ્ઞ ડોક્ટરોની વધુ કાર્યક્ષમ સેવાઓ મેળવી શકશે અને વધુમાં વધુ દર્દીઓ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી શકશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement