For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યભરની સરકારી-અર્ધસરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા તાકીદે શરૂ કરવા વિદ્યાર્થી પરિષદની માંગ

04:36 PM Aug 17, 2024 IST | Bhumika
રાજ્યભરની સરકારી અર્ધસરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા તાકીદે શરૂ કરવા વિદ્યાર્થી પરિષદની માંગ
oplus_0
Advertisement

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોની જિલ્લા કલેક્ટરને રજૂઆત

રાજ્યની સરકારી તેમજ અર્ધસરકારી લો કોલેજમાં લાંબા સમયથી પ્રવેશ પ્રક્રિયા ખોરંભે પડી છે. આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે અને ઘટતું ન થાય તો આંદોલન છેડવાની ચીમકી આપતી એક રજૂઆત આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં આગેવાનોએ મુખ્યમંત્રીને મોકલવા રાજકોટ જિલ્લા કલેકટરને કરી હતી.
રજૂઆતમાં અભાવિપ-ગુજરાતના પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ સહિતના વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું છે કે, ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખૂબ જ ચિંતાનજક વિષય છે કેઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધસરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી.

Advertisement

રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ર્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજાય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવેલ. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયનિય છે, જેના પર સરકારના ત્વરિત પગલાં અતિઆવશ્યક છે. આ તમામ વિષયોને લઈને અભાવિપ ગુજરાત દ્વારા ત્રણ માંગણીઓ કરાઈ છે. જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે. અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ધારાધોરણ પ્રમો પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામા આવે તેમજ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમા સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. ઉપરોકત માગં ન સ્વિકાય તો જરૂર પડયે આંદોલનની છાત્ર આગેવાનોએ ચીમકી આપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement