રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નવરાત્રીમાં જ ટ્રાફિક બ્રિગેડ જવાનોની હડતાળ

11:50 AM Oct 07, 2024 IST | admin
Advertisement

વેતન વધારાની માગણી સાથે 10 હજાર જવાનો અચાનક હડતાળ ઉપર ઉતરી જતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જવાનો ભય

Advertisement

ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના મુદ્દે ચાલી રહેલ આંદોલન હજુ શાંત થઈ રહ્યું છે. ત્યાં રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવતા 10 હજાર જેટલા ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) જવાનો હડતાલ પર ઉતરી જતાં નવરાત્રીના તહેવારોમાં જ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જવાનો ભય છે. ટીઆરબી જવાનોએ વેતન વધારવાની માંગ સાથે આંદોલન છેડયું છે. ત્યારે આંદોલન લાંબુ ચાલે તો ટ્રાફિક વ્યવસ્થા ઉપર અસર થવાની પૂરી શક્યતા છે.

રાજ્યમાં આજથી ઝછઇ જવાનો હડતાળ પર ઉતર્યા છે. ઝછઇ જવાનો પગાર વધારા સહિતની માગને લઇ આંદોલનના રસ્તે ઉતર્યા છે. ઝછઇ જવાનો ફિક્સ પગારને લઇ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માગ કરી રહ્યા હતા.. જો કે સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન આવતાં આખરે ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા ઝછઇ જવાનોએ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઝછઇ જવાનોએ પગારવધારાની માગ કરતાં અનેક કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી અપાઇ હતી.

જો કે ચૂંટણી સમયે ઝછઇ જવાનોને પગાર વધારો આપવાનો પણ વાયદો કરાયો હતો. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતાં આખરે ઝછઇ જવાનોએ ફરી ઉગ્ર આંદોલન અને હડતાળ યોજવાનું આયોજન કર્યું છે.

ઝછઇ જવાનોને રોજના રૂૂપિયા 300 લેખે મળતા પગારની સામે રૂૂપિયા 500 પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના 1600 ઝછઇ જવાનો સહિત રાજ્યભરના 10 હજાર જેટલા ઝછઇ જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા નહીં રહે તેમજ તેમ જ નિર્ધારિત કરેલી જગ્યા પર ભેગા થઈને હડતાલ પર ઉતરવાના છે. અમદાવાદમાં પણ ટ્રાફિક ઝછઇ જવાનો કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓની રજૂઆત કરશે.

Tags :
gujaratgujarat newspersonnel in Navratri itself
Advertisement
Next Article
Advertisement