મનપાના તમામ 108 ઝોનલ કોન્ટ્રાક્ટરોની હડતાળ
જીએસટી અને વ્યવસાય વેરા ગૂંચવાયેલા કોકડાનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં તંત્રમાં દોડધામ
મહાનગરપાલિકાના નાના બજેટના તમામ કામો ઝોનલ કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવતા હોય છે. આ કામ આખુ વર્ષ ચાલતા હોય છે. જેવા કે પેવીંગ બ્લોક, રસ્તાકામ, ખાડા બુરવા, ફૂટપાથ, ડિવાઈડર અને રોડ ઉપર વાઈટ પટ્ટા કરવા સહિતના કામો ઝોનલ કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે.
દરેક વોર્ડમાં છ કોન્ટ્રાક્ટરો કોર્પોરેશનના વિવિધ કામો કરે છે પરંતુ છેલ્લા લાંબા સમયથી તેમની પડતર જે માંગણી છે તે હજુ સુધી પૂર્ણ થઈ નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં તેઓએ મજુર દીઠ પ્રતિમાસ રૂૂ.200 પ્રોફેશનલ ટેક્ષ ચૂકવવાના હોય છે પરંતુ આ અંગે મહાનગરપાલિકા દ્વારા માનવતાવાદી વલણ નહીં પરંતુ જડ વલણ અપનાવતા વિવિધ વિભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેમની રજૂઆતને ત્રણથી ચાર મહિના જેટલો માતબર સમય વીતી ગયો છે છતાં તેમની જે માંગણીઓ છે તે પૂર્ણ થઈ શકતી નથી. જેના ભાગરૂૂપે આજે અચોક્કસ મુદત માટે કામગીરી ન કરવાનો નિર્ણય લીધે હતો અને આજથી હડતાલ ઉપર ઉતરી જતાં દરેક વોર્ડની અનેક વિભાગની કામગીરી ખોરવાઈ જવાનો ભય ઉભો થયો છે.
મહાનગરપાલિકા દ્વારા નિયત કરેલા વોર્ડવાઈઝ કુલ 108 ઝોનલ કોન્ટ્રાક્ટરો અલગ અલગ પ્રોજેક્ટનું કામ કરી રહ્યા છે. જેમાં વોટર રીપેરીંગ, બાંધકામ, રોડ રસ્તા, ડ્રેનેજ રીપેરીંગ કામ સહિત અનેક નું ઉમેરો થાય છે.કોન્ટ્રાક્ટર માહિતી આપતા જણાવ્યું હતું કે આરએમસી દ્વારા 24 એપ્રિલના રોજ આરસી ટેક્સ કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલવાનો નિર્ણય લીધો હતો જે અંગેની જાણ તેઓને એક સપ્તાહ બાદ થઈ હતી પરંતુ રાજકોટ મનપાનું કેવું છે કે આ તમામ કોન્ટ્રાક્ટરો દ્વારા જે તે બાકી રકમ છે તેની ભરપાઈ કરવામાં આવે તો બીજી તરફ કોન્ટ્રાક્ટરોનું માનવું છે કે તેમના દ્વારા એપ્રિલ મહિનાની પહેલી તારીખથી બાકી રહેતી જે રકમ છે તેની ભરપાઈ કરાઈ. પરંતુ આ અંગે અનેક રજૂઆત કરવા છતાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સહેજ પણ ગંભીરતા દાખવતું ન હોવાનું માલુમ પડ્યું છે. અને આ અંગે એક વખત નહીં અને કોઈ વખત રજૂઆત કરવામાં આવેલી છે છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા અને કોન્ટ્રાક્ટરોના પેમેન્ટને અટકાવી દેવા હતા હવે આજથી અચોક્કસ મુદત સુધી કોન્ટ્રાક્ટરો કામ ન કરવાનો નિર્ણય લીધો છે.
મહાનગરપાલિકાના 18 વોર્ડમાં નાના-મોટા કામો કરતા 108 ઝોનલ કોન્ટ્રાક્ટરોએ આજે જીએસટી અને પ્રોફેશનલ ટેક્સ મુદ્દે હડતાલ ઉપ ઉતરી જણાવેલ કે, મહાનગર પાલિકાએ કરોડો રૂૂપિયા ચૂકવવાના બાકી હોવાથી તેમના દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે આરસી ટેક્સ હેઠળ કોન્ટ્રાક્ટર હોય છે મજૂરોને એટલે કે કામદારોને વેતન ચુકવવાનું હોય તે પહેલા ચૂકવે અને ત્યારબાદ જ તેમનું જે લેણું છે તે મનપા પૂરું કરશે જે વાતને કોઈ તાગ મળતો નથી. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને કોન્ટ્રાક્ટરો આજથી કામ નહીં કરે તેવો નિર્ધાર કર્યો છે. અને જ્યાં સુધી બન્ને મુદ્દાનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કામથી અડગા રહેશું તેમ જણાવ્યું હતું.
કોન્ટ્રાક્ટરોની માનવતા: વોટર વર્કસનું કામ ચાલુ રહેશે
દરેક વોર્ડમાં નાના પ્રોજેક્ટના કામો કરતા 108 કોન્ટ્રાક્ટરો આજે જીએસટી અને વ્યવસાય વેરા મુદ્દે હડતાલ ઉપર ઉતરી ગયા છે. જેના લીધે રોડ-રસ્તા, રિ-કાર્પેટ, મેટલીંગ, એક્શન પ્લાન, ખાડા બુરવા, પેવીંગ બ્લોક, ફિલ્ટર પ્લાન્ટ, ડિવાયડર, ટ્રાફિક પટ્ટા તેમજ એસટીપી મેન્ટેનન્સ સહિતના કામો બંધ થઈ ગયા છે. પરંતુ શહેરભરમાં પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. તેના અલગ અલગ કામો માટે ઝોનલ કોન્ટ્રાક્ટરના માણસો રોકાયેલ હોવાથી આ તમામને હડતાલમાં સામેલ કરવામાં આવ્યા નથી. કારણ કે, હડતાલના કારણે શહેરીજનો પીવાના પાણીથી વંચીત ન રહે તે મુદ્દે કોન્ટ્રાક્ટરોએ માનવતા દાખવી આ કામ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.