મોરબીમાં જાહેર સ્થળો અને હોટેલોમાં પોલિસનું કડક ચેકિંગ
સંવેદનશીલ વિસ્તારોમા મોડી રાત સુધી પેટ્રોલિંગ કરાયું
સોમવારે સાંજે દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બની હતી જે ઘટના બાદ ગુજરાત પોલીસે એલર્ટ જાહેર કર્યું હતું અને મોરબી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાના જાહેર સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું મોડી રાત્રી સુધી પોલીસે વાહનો અને હોટેલ સહિતના સ્થળોએ ચેકિંગ કર્યું હતું.
તાજેતરમાં એટીએસ દ્વારા ત્રણ આતંકીને ઝડપી લઈને હથિયાર સહિતનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે જેની તપાસ ચાલી રહી હોય દરમિયાન સોમવારે દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો હતો જે ઘટનાને પગલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી હતી મોરબી જીલ્લા પોલીસે સોમવારે મોડી રાત્રીના ચેકિંગ કામગીરી શરુ કરી હતી
મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકો તેમજ એલસીબી અને એસઓજી ટીમોએ ચેકિંગ કર્યું હતું જીલ્લામાં આવેલ હોટેલમાં, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને જાહેર રોડ પર વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે દિલ્હીની ઘટનાને પગલે ગુજરાતમાં પણ એલર્ટ જોવા મળી રહ્યું છે અને પોલીસ સતત પેટ્રોલિંગ સહિતની કામગીરી કરી રહી છે