લાખાજીરાજ રોડ ઉપર પાથરણા અને દુકાનોના દબાણોને સજ્જડ બ્રેક
પાથરણાવાળા અને વેપારીઓના વિવાદ બાદ કોર્પોરેશનના પદાધિકારીઓ-ધારાસભ્યોની હાજરીમાં યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવાતા આંદોલન મોકૂફ
હવે પાથરણાના પથારા સંપૂર્ણ બંધ, વેપારીઓને પણ દુકાનો બહાર માલ- સામાન રાખવાની મનાઇ: પોલીસ-જગ્યા રોકાણ વિભાગની ટીમ રહેશે તૈનાત
શહેરના લાખાજીરાજ રોડ ઉપર દુકાન ધરાવતા તમામ વેપારીઓને પાથરાણા વાળાઓ વિરૂદ્ધ ઘણા સમયથી ફરિયાદ હતી. ત્યારે તાજેતરમાં પાથરણાવાળા સાથે દુકાનદારોને માથાકૂટ થતા લાખાજીરાજ વેપારી ઓસોસીએશન દ્વારા પાથરણાવાળાનો ત્રાસ તંત્ર દ્વાર દુર કરવામાં ન આવે તો આવતી કાલથી ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે આજે બપોરે તમામ ધારાસભ્યો તથા મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ સાથે દુકાનદારોએ મીટિંગ યોજી પ્રશ્ર્નનો હલ શોધી કાઢયો હતો અને આ મુદે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે, દુેકાનદારોની સમંતીથી હવે લાખાજીરાજ રોડ ઉપર એક પણ દબાણો ચલાવી લેવામાં નહીં આવે જેમાં પાથરણાવાળા અને દુકાનદારોએ કરેલા દબાણો દુર કરાશે જેના માટે પોલીસ અને જગ્યા રોકાણ વિભાગની ટીમ દ્વારા દરરોજ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. લાખાજીરાજ રોડ ઉપર વર્ષો થી દુકાનો ધરાવતા વેપારીઓ દ્વારા દુકાની આગળ છૂટ સામાન વેંચતા પાથરણાવાળાઓને દુર કરવા અનેક વખત રજૂઆત કરાઇ હતી.
જેના પગલે ગતવર્ષે પાથરણાવાળાને અલગથી જગ્યા ફાળવવામાં આવેલ છતા થોડા સમયથી ફરી વખત લાખાજીરાજ રોડ પર પાથરણાવાળા ફરી વખત બેસવા લાગતા તેમજ દુકાનદારો સાથે મારામારી કરવાના બનાવો બનતા અંતે વેપારી એસોસીએશન દ્વારા માથાભારે પાથરણાવાળાનો વિરોધ કરી જો આ ત્રાસ બુધવાર સુધીમાં દુર કરવામાં ન આવેતો ગુરુવારથી સાંગણવા ચોક ખાતે ઉપવાસ આંદોલન યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ધારાસભ્યોની મધ્યસ્થીથી મામલો ઉકેલવામાં આવ્યો હતો.
અને ફરી વખત આ પ્રશ્ર્ન ઉભો થતા આજે તમામ ધારાસભ્યો તથા મનપાના પદાધિકારીઓ, અધિકારીઓએ વેપારી એસોસીએશન સાથે મીંટીગ યોજી પ્રશ્ર્ન હલ કર્યો હતો. જે મુજબ આવતી કાલથી લાખાજીરાજ રોડ ઉપર પાથરણાવાળાની સાથોસાથ વેપારીઓ પણ દુકાની બહાર કોઇજાતનો સામાન રાખી શકશે નહીં અને જો સામાન હશે તો મનપા દ્વારા જપ્ત કરવામાં આવશે આ મીટીંગમાં વેપારીઓએ તમામ પ્રકારના દબાણો દુર કરવાની સંમીતી આપી આવતીકાલનો ઉપવાસ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.