For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટણમાં ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહી, 20 કરોડનો દંડ

04:49 PM Mar 19, 2024 IST | Bhumika
પાટણમાં ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહી  20 કરોડનો દંડ

પાટણમાં ખનીજ માફિયા સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ખનીજ માફિયાઓ સિદ્ધપુરના નેદરા ગામમાં રેતીનું વધારે ખોદકામ કર્યુ હતું. તેઓ બે લીઝમાં રોયલ્ટી કરતાં પણ વધારે પ્રમાણમાં રેતીનું ખોદકામ કર્યુ હતું.

Advertisement

ખાણ અને ખનીજ વિભાગે લીઝધારકોને આ માટે 19.90 કરોડ એટલે કે લગભગ 20 કરોડ રૂૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે એક લીઝધારકને આ વર્ષનો સૌથી મોટો કુલ 13.29 કરોડ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે.ખોલવાડાના લીઝધારકને આ વર્ષનો સૌથી મોટો કુલ 13.29 કરોડ રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ખોલવાડામાં સોમાજી બાલુજી વણઝારાને વિભાગે 13.29 કરોડ રૂૂપિયાનો દંડ ભરવા નોટિસ આપી છે. ખોલવાડાના લીઝ ધારકે 3,92,898.65 મેટ્રિક ટન રેતીનું વધારે ખોદકામ કર્યુ હતુ. આ ઉપરાંત નેદરા ગામના લીઝધારક લલિતભી વેલાભી પટેલને રૂૂ. 6.60 કરોડનો દંડ ભરવા નોટિસ પાઠવી છે. તેઓએ નેદરા ગામે લીઝમાં 1,95,269.20 મેટ્રિક ટન રેતીનું વધારે ખોદકામ કર્યું હતું. ખાણની લીઝના ધારકોને આ રીતે દંડ ફટકારવામાં આવતા લીઝધારકોમાં ભય વ્યાપી ગયો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement