For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેઘરાજાની તોફાની ઈનિંગ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ

12:08 PM Jul 24, 2024 IST | Bhumika
મેઘરાજાની તોફાની ઈનિંગ  દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ
Advertisement

સુરત-ઉમરપાડા-11, પલસાણા 10, કામરેજ 9, બારડોલી 8॥, માંગરોળ-16॥ ઈંચ વરસાદથી સમગ્ર પંથક પાણી પાણી

સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત છઠ્ઠા દિવસે મુશળધાર-2થી 9 ઈંચ વરસાદ

Advertisement

ગુજરાત ઉપર છેલ્લા 6 દિવસથી સાયક્લોનીક સિસ્ટમ સર્જાયેલ હોય અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી જિલ્લા અને તાલુકામાં 11 ઈંચથી વધુ પાણી વરસાવી દેતા પંથકમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત અને ઉમરપાડામાં સાત કલાકમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. જ્યારે તાલુકામાં પલસાણા 10, કામરેજ 9, બારડોલી8॥, માંગરોળ 6॥ ઈંચ વરસાદ પડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છઠ્ઠા દિવસે મેઘ મહેર રહેતા છ જિલ્લાના તાલુકાઓ સહિતના પંથકમાં બેથી 9 ઈંચ વરસાદ વરસી ગયો છે. ગુજરાતભરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે.

મેઘરાજાએ છેલ્લા છ દિવસથી ગુજરાતમાં કહેર વરસાવ્યો તેમ દરરોજ બેથી 10 ઈંચ વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈકાલે સુરત પંથકમાં 11 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જેમાં ઉમરપાડા 11 ઈંચ, પલસાણા 10, કામરેજ 9, બારડોલી 8॥, માંગરોળ 6॥, સુરત શહેર 6, નવસારી 6, મહુવા 6, માંડવી 4॥, ચોરિયાસી 4। ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકી જતાં નિચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી ગઈ હતી. સુરત શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતાં તેમજ અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા છ દિવસથી મુસળધાર વરસાદ ચાલુ રહેતા અનેક જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી છે. ભારે વરસાદના પગલે મુખ્ય ધોરી માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા અનેક રસ્તાઓ બંધ થઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યફો છે. આજે પણ દક્ષિણ ગુજરાત ઉપર વાદળોની જમાવટ હોવાથી ભારે વરસાદ વરસવાની શક્યતા જોવાઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા છ દિવસથી પડી રહેલો અવિરત વરસાદ આજે પણ ચાલુ રહ્યો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાને તરબતર કરી દીધું હોય તેમ વિસાવદરમાં 9 ઈંચ, દ્વારકામાં 8॥ ઈંચ, જોડિયા 6॥, કચ્છના માંડવીમાં 6॥, મુંદ્રા 6, કેશોદ 5, ભાણવડ 5, ધોરાજી 4॥, રાપર 4॥, બગસરા 4, અંજાર 4, વંથલી 3॥, તાલાલા 3॥, માણાવદર 3॥, મેંદરડા 3॥, લખપત 3॥, કોડીનાર 3, જામજોધપુર 3, ભેંસાણ 3, માંગરોળ 3, જૂનાગઢ શહેર 2॥, પાટણ-વેરાવળ 2॥, ખંભાળા 2॥, જામનગર શહેર 2॥, જામ કંડોરણા 2, જેતપુર 2, ગીરગઢડા 2, ઉપલેટા 2, કલ્યાણપુર 2, સુત્રાપાડા 2, લોધીકા 2, રાજુલા 2, લાલપુર 1॥, ઉના 1॥ અને ટંકારામાં વધુ 1॥ ઈંચ વરસાદ વરસી જતાં ખેતરોમાં પાણી ભરાતા ઉભાપાકને ભારે નુક્શાન થવાની સંભાવના જોવાઈ રહી છે.

સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી અંધાધૂંધ વરસાદ પડી રહ્યો છે. સવારે 6 થી 10 વાગ્યા વચ્ચે માત્ર ચાર કલાકમાં ભરૂચમાં છ ઈંચ, બોરસદ, અંકલેશ્ર્વર અને આંસોટમાં 4.25 ઈંચ, જૂનાગઢમાં 4.25, તિલકવાડામાં 4 ઈંચ, નાંદોદમાં પોણા ચાર ઈંચ, જોડીયામાં 3, વાલીયા, માંગરોળમાં 3 ઈંચ, મહુવામાં અઢી, બગસરામાં અઢી, નસવાડી-ઉમરપાડા, નેત્રંગ, લાખાડી, ડેડીયાપાડા, વાલોદ, બારડોલી, નવસારી, રાણાવાવ, સિનોર, ગરૂડેશ્ર્વર, સોનગઢ, સાગબારા સહિતના વિસ્તારોમાં સવારે પ્રથમ બે કલાકમાં અઢી થી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ખાબકી ગયો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. સવારે પ્રથમ બે કલાકમાં જ ગુજરાતના 157 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 40 તાલુકામાં એક ઈંચ થી વધુ વરસાદ પડયાના અહેવાલો મળે છે.

1064 વિજપોલ ધરાશાઈ, 202 ફિડર બંધ
બારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, ભૂજ, જામનગર જિલ્લા, ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદે 1064 વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. 68 ટ્રાન્સફોર્મરને નુક્શાન થયાનું તેમજ 202 ફિડર બંધ કરવામાં આવ્યા છે. પીજીવીસીએલની ટીમ દ્વારા દરેક જિલ્લામાં વિજ પુરવઠો પુન: સ્થાપિત કરવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement