વાવાઝોડા સાથે માવઠાની આફત, અનરાધાર 7 ઈંચ : 21ના મોત
માવઠારૂપી વરસાદથી ખેતીના પાકને ભારે નુક્સાન, કેરીના પાકનો સોથ વળી ગયો
મહુવામાં 7 ઈંચ, અમરેલી, લાઠી, સાવરકુંડલા 2॥ ઈંચ, રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, કચ્છ, પંચમહાલ, બનાસકાંઠા, સુરતમાં 0॥ ઈંચ ખાબક્યો
ભારે પવન ફૂંકાતા મકાનોના છાપરાઓ ઉડ્યા, અનેક હોર્ડિંગ-બોર્ડ, વૃક્ષો ધરાશાયી
રાજ્યમાં સતત ત્રીજા દિવસે વાવાઝોડા સાથે માવઠારૂપી આફત વરસતા 0॥થી 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. અલગ અલગ બનાવોમાં 21 વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં ભાવનગરના મહુવામાં સાંબેલાધારે સાત ઈંચ વરસાદ ખાબકતા નદીઓ બેકાંઠે વહેતી થઈ હતી. ભારે પવનના કારણે મકાનો અને દુકાનોના છાપરાઓ ઉડ્યા હતાં તેમજ સેેંકડો હોર્ડિંગ્સ બોર્ડ તેમજ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થતાં તંત્ર રાહત બચાવની કામગીરીમાં લાગી ગઈ છે. માવઠારૂપી વરસાદથી ખેતીના ઉભા પાકને અને કેરીના પાકને ભારે નુક્શાન થતાં ખેડુતો ઉપર આભ તુટી પડ્યું છે.
રાજ્ય સહિત સૌરાષ્ટ્રભરમાં સતત ત્રીજા દિવસે 0॥થી 7 ઈંચ ભારે વરસાદ વરસી ગયો છે. જેમાં ભાવનગરના મહુવામાં 7 ઈંચ, લાઠી 2॥, લીલીયા 2, સાવરકુંડલા 2, અમરેલી 2, બાબરા 1॥।, ગોંડલ 1॥, બારડોલી 1॥, વલસાડ 1॥, પારડી 1॥, થરાદ 1।, રાજુલા 1, સુરેન્દ્રનગર પંથકમાં 0॥થી 1 ઈંચ, જસદણ-વિછિયા, ઉના, તારાપુર, વાપી, સિંહોર, ડીસા, બગસરામાં 0॥। ઈંચ, ગીરગઢડા, વડોદરા, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, દાહોદ, રાણપુર સહિતના વિસ્તારોમાં 0॥થી લઈને ઝાપટા રૂપી વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નદી-નાળાઓમાં નવા નીર આવ્યા હતાં.
તેમજ વાવાઝોડાના પગલે ભારે નુક્શાનીનો સામનો કરવો પડ્યો હતો.કોટડાસાંગાણી દિવસભર ઉકળાટ સહન કર્યા બાદ લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન વધારે જોવા મળી રહ્યું હતું અને ગરમીમાંના ઉકરાટમા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે હતો અને સોમવારથી વદળછાયુ વાતાવણ સર્જાયું હતું કોટડાસાંગાણી તાલુકા પંથમા અચાનક આકાશમાં છવાયેલા વાદળોએ હળવા વરસાદી ઝાપટા વરસાવ્યા હતા કોટડાસાંગાણી માં પવન સાથે ઝાપટું, અને ગ્રામ્યમા કમોસમી વરસાદ ઉનાળુ પાકને નુકસાનની ભીતિ કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ભાડવા રાજપરા મોટા માડવા રાજગઢ માણેકવાડા રામોદ જુની ખોખરી પાચંતલાવડા દેવડીયા નવી ખોખરી જુના રજપીપરા સતાપર રામપરા વાદીપરા ખરેડા સોળીયા પંથકમાં કમોસમી વરસાદ ઝાપટાં અને ધણા ગામોમાં ભારે વરસાદ ના ઝાપટાં પડેલ છે બજારમાં બજારમાં પાણી પાણી થયેલ અને ઉનાળુ પાક તલી અને મગમાં કમોસમી વરસાદથી ખેડૂતો નુકસાની થવાની ભીતી સેવાઈ રહી છે.
બગસરામાં ગત સવારથી જ વાતાવરણમાં પલટા વહેલી સવારમાં જ ભયંકર પવન સાથે વરસાદ ના ઝાપટા પડેલ હતા. બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતાની સાથે જ વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ હતી. બગસરા પંથકમાં લાખોના નુકસાનના પણ એંધાણ આવી રહ્યા છે. શહેરમાં અનેક વૃક્ષો,બેનરો,પત્રાવો તેમજ હાલમાં જ બનેલ બોક્સ ક્રિકેટના હાલ બે હાલ થઈ ગયા છે.વરસાદ આવતાની સાથે જ વીજ પુરવઠો પણ ખોરવાયેલ હતો. જ્યારે શહેરમાં અનેક પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખતો પ્રથમ વરસાદ અનેક વિસ્તરોમાં પાણી ભરાયા હતા.
કાલાવડ તાલુકામાં ભર ઉનાળે ચોમાસુ જામ્યુ હોય તેમ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડડ્યો હતો. કાલાવડ તાલુકાના નવાગામ, માછરડા, મોટી વાવડી, જામવાળી, જલણસર, હકુમતી, સરવાણીયા, ધુન ધોરાજી, હરિપર મેવાસા, બોડી, સણોસરા, હરીપર, સહિત ગ્રામ્ય પંથકમાં મે મહિનામાં જ જામ્યું માવઠુ અનેક ગામોમાં કરા સાથે પડ્યો વરસાદ મે મહિનામાં માવઠુ જામતા ખેડુતો ચિંતામાં ખેતરમાં ઉભો પાક મગ, કલી, અડદ સહિતના પાકમાં નુક્શાન જવાની ભીતી તેમજ ખેતરમાં ડુંગળી, લસણના પડેલા દાબા પલળી જવાની ભીતી સેવાઈ છે. ભર ઉનાળે કરા સાથે વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં આવી ગયો છે.
રાજ્યમાં તા. 9 સુધી એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી તા. 9 સુધી અનેક જિલ્લાઓમાં યલ્લો, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તા. 7ના રોજ ભરૂૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ. તા. 8ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ. તા. 9ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે.