રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રોડના ખાડા બુરાય નહીં ત્યાં સુધી ટોલટેક્સના ઉઘરાણા બંધ કરો

05:07 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

એકપણ ટોલબૂથ ઉપર શૌચાલયની સુવિધા નથી, રસ્તા ઉપર પડેલા ભંગાર વાહનો હટાવવા કાયદો બનાવો: કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ માંગણી

વરસાદે આ વર્ષે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. રાજયભરના રોડ રસ્તાના ધોવાણ થઇ ગયા છે. સ્ટેટ, નેશનલ હાઇવે એટલી હદે ભાંગી ગયા છે કે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ભાંગેલા રોડ, રસ્તા જયાં સુધી રીપેર ન થાય, રોડના ખાડા ન બુરાય ત્યાં સુધી ટોલટેકસના ઉઘરાણા બંધ કરવા શહેર કોંગ્રેસના આગેવાનોએ સરકાર સમક્ષ માંગણી કરી છે.

મુખ્યમંત્રી સુધી ફરીયાદ પહોંચાડવા આજે શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી, વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા સહીતના આગેવાનોએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે ઉપરોકત વિષય સંદર્ભ તળે જણાવવાનું કે, ગુજરાત રાજયમાં એક વર્ષમાં 90 કરોડ અને છ વર્ષમાં 19 હજાર કરોડ રૂૂપિયા ટોલ ટેકસમાંથી ગુજરાતમાંથી વાહન ચાલકો પાસેથી કટકટાવ્યા છે તેમ છતાં રાજકોટ સહિત તમામ જીલ્લાઓમાં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે રસ્તાઓનો ભાંગીને ભુકો થયા છે. તમામ હાઈવે પર રખડતા ઢોર અને આખલાઓનો ભારે ત્રાસ ને પગલે અનેક પ્રાણઘાતક અકસ્માતોથી કોઈકના લાડકવાયા કે કોઈકના કંધોતર છીનવાયા છે જે સરકારના રેકોર્ડ પર મૌજુદ છે. જે પગલે અમારી નીચે મુજબની માંગણીઓ છે જે બાબત હકારાત્મક વલણ અપનાવી યોગ્ય કરવા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઇ છે.

કોંગ્રેસ દ્વારા કરાયેલી માંગણીમાં ગુજરાતભરમાં રસ્તા રીપેર ન થાય વો ત્યાં સુધી ટોલ ટેકસ ભરવા માટે સંપૂર્ણપણે મુકિત આપવી જરૂરી છે. હાઈવે ઓથોરીટીના નિયમોનુસાર રસ્તા અને નિયમ મુજબની પુરતી સુવિધા હોય તો જ નાણા ઉઘરાવી શકાય તેવો સામાન્ય નિયમ છે. એકપણ ટોલ બુથ પર શૌચાલય કે બાથરૂૂમની સુવિધા છે નહીં જેનું સુપરવીઝન કરવાની જરૂર છે. હાલ વરસાદના કારણે રસ્તાઓ ભાંગી ગયા છે તો હાલ રાજય સરકાર ટોલટેકસ ભરી વાહન ચાલકોને મુકિત આપે તે જરૂરી છે.

આ પ્રકારના રસ્તાઓ બિમાર વ્યકિતઓ તેમજ નાગરીકોના આરોગ્યને પણ હાનિ પહોંચાડે એ પ્રકારે હાઈવે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી વાહન ચાલકોને હેરાન કરે છે. રસ્તા પર જે વાહનો ખરાબ થાય તે વાહનો બંધ હાલતમાં હોય હાઈવે પર પડયા રહે છે તેને કારણે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે આ પ્રકારના વાહનો તાત્કાલીક ટોઇંગ કરવાનો કાયદો ફક્ત કાગળ પર હોય, વાસ્તવિકતા પર લાવવો જરૂરી છે.

ટોલ બુથ પર કેટલા વર્ષ સુધીનો કરાર છે અને તે કયારે પૂર્ણ થાય છે તે અંગે વાહન ચાલકોને દેખાય તે પ્રકારે સાઈનીંગ બોર્ડ હોવા જરૂૂરી. ટોલ બુથ દ્વારા કરોડો રૂૂપિયા ઉઘરાવવામાં આવે છે ત્યારે જે તે કંપનીને મસ મોટા ખાડા અને ભાંગેલા રસ્તા રીપેર કરવાની જવાબદારી હોવા છતાં રસ્તાની મરામત થતી ન હોય યોગ્ય કરવું જરૂરી છે. નાના-મોટા વાહનોને પારાવાર હાડમારી, હાલાકી ભોગવવી પડે છે અને કમાનો ભાંગવાની અને વાહનમાં નુકશાન થતુ હોય છે. ભાંગેલ રસ્તાને પગલે જાનહાની થાય છે અને બળતણનો વ્યય થાય છે. આર્થિક નુકશાની વેઠવી પડે છે સમયની પણ બરબાદી થાય છે. ભાંગેલ તુટેલા રસ્તાઓ ખરાબ વળાંકોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. લાંબા સમય સુધી ટકે તેવા ટકાવ રોડ બનાવવા તંત્રને કોણ રોકે છે. રોડ લાંબા સમય સુધી ટકે નહી તો કોન્ટ્રાકટર, અધિકારીની જવાબદારી ફીકસ કરવી જરૂૂરી હોવાનું શહેર કોંગ્રેસના અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ડી. પી. મકવાણા, ગોપાલ અનડકટ, ધરમભાઈ કામબલીયા, મેવજીભાઈ રાઠોડ, રહીમભાઈ સોઢા, ગજેન્દ્રસિંહ ઝાલાએ માંગણી કરી છે.

Tags :
Congressgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement