જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, પાંચ લોકો ઈજાગ્રસ્ત
02:59 PM Feb 18, 2025 IST | Bhumika
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપનો ભવ્ય વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત હાંસલ કરી છે. આ દરમિયાન જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ પથ્થરમારામાં પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હોવાન ઉસમેં અવ્વ્યું છે.
Advertisement
જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં કોંગ્રેસની જીત થતાં જ પથ્થરમારાનો કિસ્સો સામે આવ્યો છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.
Advertisement