ઉપલેટાની બજારમાં બે દુકાનો પર પથ્થરમારો
ઘટનાથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ: પોલીસ અને મુસ્લિમ આગેવાનોએ ખાતરી આપતા મામલો થાલે પડ્યો
તાજેતરમાં સુરત અને કચ્છના ગણેશ પંડાલો પર વિધર્મીઓ દ્વારા થયેલા પથ્થર મારાની શાહી સુકાઈ નથી ત્યાં ઉપલેટામાં વિધર્મી તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હોય તેમ હિન્દુ સમાજની બે દુકાનો પર ચોક્કસ રીતે પથ્થર મારો કરાતા હિંદુ સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વાતાવરણ તંગ થયું હતું.
હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈને સુરત અને કચ્છના બનાવને પગલે ઉપલેટા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી હોય પરંતુ ગતરાત્રિના જૂની સોની બજારમાં જેમ અન્ય સ્થળોએ બાળકો દ્વારા પથ્થર મારાની ઘટના સામે આવી રહી છે ત્યારે ઉપલેટા શહેરમાં પણ ગતરાત્રિના વિધર્મી સમાજની દુકાનો છોડીને હિન્દુ સમાજની બે દુકાનો પર પથ્થરો ફેંકવામાં આવેલ જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડીયાને ટેલીફોનીક જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસને પણ આ અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પથ્થર મારાની વાત વાયુવેગે પ્રસરી જતા અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઉપલેટા નવનિયુક્ત પીઆઈ બી. આર. પટેલ પણ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આસપાસની દુકાનોના સીસી કેમેરા ફૂટેજ મેળવતા ઘટના સામે આવી હતી. જોકે હાલ ઉપલેટા પોલીસ તપાસ ચલાવી રહી છે કે કયા કારણોસર કાંકરી ચાળો કરવામાં આવ્યો છે. આ કોઈ બાળકો દ્વારા કરાવવામાં આવ્યું છે કે અન્ય કોઈ બાબત છે તે પોલીસ તપાસ બાદ સત્ય હકીકત જાણવા મળશે. ગત રાત્રિના ઉપલેટામાં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોય પરંતુ નવનિયુક્ત પીઆઈ બી. આર. પટેલ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપતા હિન્દુ સંગઠનોનો રોષ શાંત થયો હતો.
(તસવીર : દિનેશચંદ્ર વડીયા)