રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જંત્રી વધારાની બીકે દસ્તાવેજ નોંધણીમાં સતત વધારો

04:07 PM Aug 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જુલાઈ મહિનામાં કુલ 14795 દસ્તાવેજ રજિસ્ટર થતાં આવકમાં રૂા.2.59 કરોડનો વધારો

ઓગસ્ટ મહિનામાં સરકાર ફરીથી જંત્રી વધારી રહી છે તેવી બીકને લીધે રાજકોટમાં સતત ત્રણ મહિનાથી દસ્તાવેજ નોંધણીમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં 12216 દસ્તાવેજ નોંધાયા બાદ જૂન મહિનામાં 14,293 દસ્તાવેજ નોંધાયા હતા ગત મહિને રાજકોટ જિલ્લામાં કુલ 18 કચેરીમાં 14,795 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી હતી નોંધણી પેટે સરકારને રૂા. 12,37,73,130 ની આવક નોંધાઈ છે અને સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂા. 76,15,07,551 રૂૂપિયાની આવક થઈ છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા એક વર્ષથી જમીનમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે રાજકોટ શહેર અને જિલ્લામાં ઉદ્યોગો ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટ મળતા આજુબાજુના વિસ્તારોમાં પણ જમીનના સોદા ફટાફટ થઈ રહ્યા છે હવે આ સોદા બાદ તેમના દસ્તાવેજ નોંધવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે. જુલાઈ મહિના માં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ મોરબી મોરબી રોડ સબ રજીસ્ટર ઓફિસ ખાતે 1848 દસ્તાવેજની નોંધણી થઈ છે. ત્યારબાદ બીજા ક્રમે મવડી વિસ્તારમાં 1452 દસ્તાવેજની નોંધણી થઈ છે ત્રીજા ક્રમે કોઠારીયા ઓફિસમાં 1183 દસ્તાવેજની નોંધણી થઈ છે. રતનપર અને રૈયામાં અનુક્રમે 1145 અને 1077 દસ્તાવેજની નોંધણી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના વિછિયા, જામ કંડોરણા, ઉપલેટા, પડધરી, ધોરાજી અને જસદણ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં પ્રમાણમાં ઓછા દસ્તાવેજ નોંધાય છે. વિછિયામાં સમગ્ર જિલ્લામાં સૌથી ઓછા 101 દસ્તાવેજ નોંધાયા હતાં. જામ કંડોરણામાં 118, પડધરીમાં 311, ધોરાજીમાં 339, ઉપલેટામાં 452, જસદણમાં 532 દસ્તાવેજ નોંધાયા છે.
જૂન મહિનામાં રાજકોટ જિલ્લામાં કુલ 14 293 દસ્તાવેજની નોંધણી થઈ હતી જેમાં ફી પેટે રાજ્ય સરકારને નોંધણીથી રૂૂપિયા 12,55,98,263 અને સ્ટેમ ડ્યુટી પેટે રૂૂપિયા 73,36,94,488ની આવક નોંધાઈ હતી. જુલાઈ મહિનામાં બે કરોડ 59,87,930 નો વધારો નોંધાતા કુલ આવક રૂૂપિયા 88, 52,80,681 પહોંચી છે.

Tags :
document registrationgujaratJantrirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement