જિલ્લાના 26 મૂલ્યાંકન કેન્દ્રો પર ધો.10,12ની ઉત્તરવહી ચકાસણી
10 દિવસમાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવા સૂચના: 2000 શિક્ષકોને ઓર્ડર કરાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની મહત્વના વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગરી આજથી શરૂ કરવામાં આવી છે.તમામ શહેરોમાં મૂલ્યાકન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષકો, સુપરવાઈઝરોને ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. 10 દિવસમાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ધારણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છેે. ઉત્તરવહી મૂલ્યાંકન કેન્દ્રો પર જરૂૂરી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, શિક્ષકો અને સુપરવાઈઝરોને નિમણૂંકના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે.
10 દિવસમાં મૂલ્યાંકન કાર્ય પૂર્ણ કરવાની ગણતરી છે. મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થયા બાદ માર્ક્સની ડેટા અન્ટ્રીનું કામ હાથ ધરવામાં આવશે. અને બોર્ડે નક્કી કરેલી તારીખે ધોરણ 10 અને 12નું પરિણામ હાથ ધરવામાં આવશે. 2024 કરતાં ચાલુ વર્ષે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. રાજકોટમાં ચાલુ વર્ષે ધોરણ 10ના 10 કેન્દ્રો તથા ધોરણ 12 સાયન્સના 4 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 12 કેન્દ્રો પર ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવી રહી છે. ઉત્તરવહી ચકાસણી 100થી વધુ શિક્ષકો દ્વારા કરવામાં આવશે રાજકોટ મૂલ્યાંકન કેન્દ્ર પર ધોરણ 10ની 30 હજારથી વધુ ઉત્તરવહીની ચકાસણી હાથ ધરવામાં આવશે જયારે ધોરણ 12માં 6 થી 8 હજાર જેટલી ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવશે. 10 દિવસમાં ઉત્તરવહી ચકાસણી પૂરી કરવાની કામગીરી કરવામાં આવશે. સરકારી, ગ્રાન્ટેડ તથા નોન-ગ્રાન્ટેડ સ્કૂલોના 2000 કરતાં વધારે શિક્ષકોને ઉત્તરવહી મૂલ્યાંકન કરવા માટેની કામગીરીના ઓર્ડર આપવામાં આવ્યા છે.