રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૂપાલા સામે રાજપૂતોનો રાજયવ્યાપી મોરચો

01:35 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના રજવાડાઓ બાબતના નિવેદનને લઇને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભુકી રહ્યો છે. રૂપાલાએ વિવાદને ઠારવા વિડિયો જાહેર કરી માફી માંગી લેવા છતાય વિરોધનો વંટોળ વધુ ઉગ્ર બન્યો છે.

Advertisement

આ બાબતને લઇને સુરેન્દ્રનગર ખાતે મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં નક્કી થયા મુજબ આગામી દિવસોમાં આ મુદાને લઇને દરેક જીલ્લાના ચૂંટણી અધિકારીને આવેદન આપવામાં આવશે, દરેક જીલ્લામાં એફ.આઇ.આર. નોંધાવવામાં આવશે અને હાઇકોર્ટમાં પણ પિટીશન દાખલ કરવામાં આવશે.

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા દ્વારા રજવાડાઓને લઈ આપવામાં આવેલા નિવેદનનો જોરદાર વિરોધ થયો હતો. બાદમાં રુપાલાએ માફી માંગી લીધી હતી. તેમ છતા હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગોવાનો એકઠા થયા હતા. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકમાં રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના થઇ રહી છે તેનો અસંતોષ હોવાની વાત સામે આવી હતી. સાથોસાથ મતદાન નહિ કરવાની અને પુતળા દહનની પણ ચીમકી આપવામાં આવી છે.
કોગ્રેસના અગ્રણી શકિતસિંહ ગોહીલ આજે સુરેન્દ્રનગરના પ્રવાસે હતા, તેમણે રૂૂપાલાના નિવેદનને લઈ કહ્યું કે,તેમના આ નિવેદનને હું સખત રીતે વખોડું છુ, તો રૂૂપાલાએ શું બોલવુ જોઈએ તેની ભાન તેમને હોવી જોઈએ, બોલતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ તો એ રાજકીય વ્યકિત છે અને ભાષા પર સંયમ રાખવો જોઈએ,કોઈ પણ સમાજની ટીકા કરો તો પહેલા સત્ય જાણવું જોઈએ અને જાણ્યા વિના કોઈ નિવેદન કરવું ના જોઈએ, રૂૂપાલાએ આઘાત લાગે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે.

રાજકોટમાં સાંજે કરણી સેનાની બેઠક યોજાશે
રૂપાલાના નિવેદનને લઇને આજે સાંજે 5:00 વાગ્યે રાજકોટના બહુમાળી ચોકમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન કરણી સેના દ્વારા કરવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newsParshottam Rupalarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement