For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટેટ મોનિટરિંગ સેલ વધુ મજબૂત બનશે: રાજકોટના ચાર સહિત 30 જવાનોની નિમણૂક

05:23 PM Oct 04, 2024 IST | Bhumika
સ્ટેટ મોનિટરિંગ સેલ વધુ મજબૂત બનશે  રાજકોટના ચાર સહિત 30 જવાનોની નિમણૂક
Advertisement

ગુજરાતભરમાં રાજય પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલમાં રાજકોટ સહીત રાજયભરના 30 પોલીસ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના 1 અને ગ્રામ્યના 3 એમ કુલ ચાર મળી ગુજરાતના 30 ચુનંદા પોલીસ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે.

રાજય પોલીસ વડા વિકાસ સહાયની સીધા નિરીક્ષણ હેઠળ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલ રાજયભરમાં દારૂ- જુગાર- ક્રિકેટ સટ્ટા તેમજ ગેરકાયદેસર ધંધાઓ ઉપર દરોડા પાડે છે.

Advertisement

છેલ્લા ઘણા સમયથી રાજયભરમાં સર્કિય કામગીરી કરતી એસએમસીને વધુ મજબુત બનાવવા માટે રાજયભરમાં અલગ અલગ પોલીસ મથકોમાં કામ કરતા અનુભવી કર્મચારીઓ કે જેઓ એસએમસી સાથે જોડાવા માંગતા હોય તેમની યાદી અને માહિતી મંગાવવામાં આવી હતી અને જરૂરી પ્રક્રિયા બાદ 30 કર્મચારીઓની સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુંક કરવામાં આવી છે.

એસએમસીમાં મુકાલયેલા 30 કર્મચારીઓમાં રાજકોટ ગ્રામ્યના રાજેશકુમાર ભિમજીભાઇ રોચીયા, એએસઆઇ ફિરોજ દાદમહમદ બ્લોચ, હે.કો. શકિતસિંહ દિલીપસિંહ ઝાલા તથા રાજકોટ શહેરના સંજયભાઇ વરજાંગભાઇ ચાવડા તેમજ દેવભુમિ દ્વારકાના પબુભાઇ ગઢવી, કચ્છ પુર્વ ગાંધીધામના લાખાભાઇ ઘાંઘર, વશરામભાઇ ચૌધરી, પાટણના નવાઝ શરીફ ઘાંચી, આણંદના નરેશભાઇ મોતાવલ, નવસારીના નિલેશભાઇ પાટીલ, અમદાવાદ રેલવેના ગોપાલભાઇ ભટ્ટ, પંચમહાલના ધિરેનભાઇ ડામોર, ભરૂચના દિલીપકુમાર વસાવા, મહેસાણાના દિલીપકુમાર ચૌધરી, વડોદરા ગ્રામ્યના મહીલા પોલીસ પિન્કાબેન પંચાલ, વલસાડના સતીષભાઇ બારાત, સાબરકાંઠાના પ્રકાસભાઇ દેસાઇ, સુરત ગ્રામ્યના મુકેશ રાઠોડ અને ભરતસિંહ ડાભી, અમદાવાદ શહેરના સલમાનખાન મકરાણી, રણવિરસિંહ સોલંકી, કિશોરસિંહ ચાવડા, દિનેશભાઇ સાવંત, દિલીપભાઇ દેસાઇ, રમેશભાઇ સોલંકી, ગોપાલભાઇ આયર, અમદાવાદ ગ્રામ્યના પ્રદિપસિંહ ઝાલા અને વિજયસિંહ વાઘેલાની નિમણુંક કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement