મહેસાણાના બાવલુ ગામની સીમમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું : 19 ઝડપાયા
- 22 મોબાઈલ, 10 વાહનો રોકડ સહિત રૂા. 35.97 લાખનો મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા જિલ્લા પોલીસની હદમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 19 આરોપીઓને ઝડપી લીધા છે. ઘોડી પાસાનો જુગાર રમતા ખેલીઓ પાસેથી 2.46 લાખ રૂૂપિયા રોકડ, 22 મોબાઈલ ફોન અને 10 વાહનો સહિત કુલ 35.97 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ ટીમ એસએમસીને હાથ લાગ્યો છે. જયારે મુખ્ય આરોપીઓ સહિત કુલ 11 શખ્સોને પોલીસ ચોપડે ફરાર દર્શાવાયા છે. એસએમસીના દરોડોમાં ગેમ્બલીંગ ટુરીઝમની પોલ ખુલી ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર સ્થાનિક પોલીસના આર્શીવાદથી છેલ્લાં કેટલાંક દિવસોથી જુગારનો અડ્ડો ખેતરોની વચ્ચે ધમધમી રહ્યો હતો.
મહેસાણા જિલ્લા પોલીસના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં અગોલ ગામની સીમમાં લાખો રૂૂપિયાનો ઘોડી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમી પાંચેક દિવસ અગાઉ ટીમ એસએમસીને મળી હતી. શનિવારની રાતે બાતમી આધારે એસએમસી પીઆઈ આર. જી. ખાંટ તેમના 3 પોલીસ કર્મચારી અને 10 એસઆરપી જવાનને લઈને દરોડો પાડવા નીકળ્યા હતા. ખેતરોની વચ્ચે ધમધમી રહેલા જુગારધામ પર પહોંચવાના રસ્તાઓ પર જુગાર સંચાલકોએ માણસો ગોઠવ્યા હોવાથી ટીમ એસએમસી સાતેક કિલોમીટર પગપાળા ખેતરો ખૂંદીને સ્થળ પર પહોંચી હતી. ટીમ એસએમસી જુગારના અડ્ડા પર પહોંચતા મુખ્ય સૂત્રધારો પૈકીના મોટાભાગના આરોપીઓ અંધકારનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતા. જે ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો તેનો માલિક અગોલનો અહેમદ સિપાઈ છે અને તે પ્રતિદિન હજારો રૂૂપિયા ભાડા પેટે મેળવતો હતો.
બાવલુ પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લા પોલીસની સરહદ પર આવેલું છે. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદ શરૂૂ થાય છે. સાણંદ તાલુકાના અણદેજ ગામનો હૈદર વાઘેલા, રફીક વાઘેલા અને મોહસીન વાઘેલા રાજકોટના રજ્જાક સમા તથા મહેબુબ સાથે મળીને જુગારધામ ચલાવતા હતા. રજ્જાક સમા અને મહેબુબ સૌરાષ્ટ્રમાંથી ખેલીઓને જુગાર રમવા માટે લઈ આવતા હતા. ટીમ એસએમસીએ સ્થળ પરથી પકડેલા 19 આરોપીઓમાં 8 રાજકોટ શહેર-જિલ્લાના, 5 જૂનાગઢના તથા 1 જામનગરનો રહીશ છે. જ્યારે બે ખેલી મુંબઈથી અને 1 સ્થાનિક તેમજ 1-1 અમદાવાદ ભરૂૂચથી જુગાર રમવા આવ્યા હતા.
લાખોની રોકડ લઈને સંચાલકો ફરાર
એક રાતમાં લાખો રૂૂપિયાનો જુગાર રમતો હોવાની બાતમીના આધારે¡ Team SMCએ દરોડો પાડ્યો હતો. જો કે, દરોડા દરમિયાન ખેલીઓની બેંક (રોકડ) જમા રાખનારા અણદેજના જુગાર સંચાલકો લાખો રૂૂપિયા લઈને ખેતરોમાં થઈને નાસી છૂટ્યા હતા. ફરાર થયેલા આરોપીઓમાં હૈદર વાઘેલા, રફીક વાઘેલા અને મોહસીન વાઘેલા (ત્રણેય રહે. અણદેજ તા. સાણંદ) પોલીસ ચોપડે નોંધાયેલા જુગાર સંચાલકો છે. ઝયફળ જખઈ એ સ્થળ પરથી ચાર ફોર વ્હીલર, બે ઑટો રિક્ષા અને ચાર ટુ વ્હીલર જપ્ત કર્યા છે. જૈ પૈકી બે ઑટો રિક્ષા અને ત્રણ ટુ વ્હીલરના માલિકો ધરપકડના ડરથી વાહન બિનવારસી મુકીને ફરાર થઈ ગયા છે.