રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઈન્ડિયન મેડિકલ એસો.ની રાજ્યકક્ષાની કોન્ફરન્સ જીમકોન ઓક્ટોબરમાં રાજકોટના આંગણે

04:40 PM Aug 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

તબીબી ઈતિહાસમાં રાજકોટમાં 250થી વધુ તબીબો પેટ્રન બન્યા : બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ રોગ, નિદાન, અદ્યતન સારવાર વગેરે મુદ્દા પર દેશ-વિદેશના નામાંકિત તબીબો માર્ગદર્શન આપશે : વિશ્ર્વકક્ષાના તબીબી જ્ઞાનની આપલેથી સૌરાષ્ટ્રના લોકોને થશે ફાયદો

રાજકોટનું તબીબી જગત વધુ એક યાદગાર પળોનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, આગામી દિવસોમાં ઈન્ડીયન મેડિકલ એસોસીએરાનની ગુજરાત શાખાની 76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-2024 રાજકોટના આંગણે યોજાઈ રહી છે. આઠ વર્ષ બાદ એલોપેથી તબીબોના વિશ્વના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સના યજમાન બનવાની તક રાજકોટ આઈ. એમ. એ. ને મળી છે જે રાજકોટના તબીબી જગત માટે ગૌરવની અનુભૂતી છે, એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પ્રમુખ જાણીતા ઈ.એન.ટી. સર્જન ડો. ભરત કાકડીયાએ જણાવ્યુ છે. કોન્ફરન્સના ચેરમેન તરીકે રાજકોટના જાણીતાપેથોલોજીસ્ટ ડો. અતુલ પંડયા તથા ઓર્ગેનાઈઝીંગ સેકેટરી તરીકે ડો. સંજય ભટ્ટ, ડો. ચેતન લાલસેતા અને ડો. પારસ શાહ ની વરણી કરવામાં આવી છે.

આઈ.એમ.એ.-ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા અને સેક્રેટરી ડો. મેહુલ શાહએ જણાવ્યુ છે કે, તેમની ગુજરાત આઈ. એમ.એ.ની ટીમ દ્વારા આખુ વર્ષ તબીબોના જ્ઞાનની વૃધ્ધિ સાથે સમગ્ર સમાજને કંઈ ફાયદો થાય, લોકો રોગનો ભોગ બનતા બચે અને તંદુરસ્ત સમાજની રચના થાય એ હેતુ સાથે લોકજાગૃત્તિની ઝુંબેરા શરૂૂ કરવામાં આવી છે, જેના ભાગ રૂૂપે યોજાનાર આ તબીબોની રાજય કક્ષાની કોન્ફરન્સ પણ આધુનિક જીવન શૈલીના કારણે થતા રોગ અને તેની સારવાર તથા આ રોગ અટકાવવા આપણે શું કરવું જોઈએ એ જ મુખ્ય મુદ્દા પર આધારીત છે. ગુજરાત આઈ.એમ.એ. ની સળંગ 76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-2024 દ્વારા તંદુરસ્ત સમાજની રચના માટે નવા વિચારો તબીબોમાં રોપવાનો પ્રયાસ કરવામાં આવશે જેનો સમગ્ર સમાજને ફાયદો થશે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય સેક્રે

ટરી ડો. અનિલ નાયકે માહિતી આપતા કહ્યું કે, તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યોજાનારી રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં 250થી વધુ તબીબો પેટ્રન તરીકે નોંધાયા છે. રાજકોટ ઉપરાંત ગુજરાતના તબીબોએ પેટ્રન તરીકે નોંધપાત્ર યોગદાન આપી તબીબી જગતમાં નવો ઈતિહાસ કંડાર્યો છે જે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે.

ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ રાજકોટના જાણીતા ઈ.એન.ટી. સર્જન ડો. ભરત કાકડીયા અને જીમાકોનના ચેરમેન રાજકોટના જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડયાના જણાવ્યા અનુસાર ગુજરાતભરના એલોપેથી તબીબોની કોન્ફરન્સ જીમાકોન-2024 આગામી તા. 19-20 ઓક્ટોબર 2024 (શનિ-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજારો. જેમાં બહોળી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહી તબીબી ક્ષેત્રે થયેલી અદ્યતન શોધ-સારવાર અંગે જ્ઞાનની આપલે કરશે. ગુજરાત આઈ.એમ.એ.ની રાજ્ય કક્ષાની આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના વિવિધ રોગના નિષ્ણાત તબીબો ખાસ ઉપસ્થિત રહી તેમના જ્ઞાનનો લાભ અને માર્ગદર્શન આપશે.ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે અને જીમાકોન-24ના કો.ઓર્ડીનેટર ડો. યજ્ઞેશ પોપટના જણાવ્યા અનુસાર ઈન્ડીયનમેડિકલ એસોસીએશન દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે આધુનિક તબીબી સારવાર મળી રહે એ માટે દેશભરના દસેક હજાર ગામડા દતક લઈ આઓ ગાઉ ચલે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં તબીબો જે તે ગામમાં નિયમીત કેમ્પ કરી લોકોને વિનામુલ્યે તપાસી યોગ્ય નિદાન કરવા સાથે તંદુરસ્ત જીવન શૈલી વિશે માર્ગદર્શન આપે છે.

આ કાર્યક્રમ માટે દેશભરમાં ગુજરાત બ્રાન્ચને સારામાં સારી કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ તાજેતરમાં મળ્યો છે અને આ કાર્ય માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પૂર્વ પ્રમુખ ડો. પારસ શાહને પણ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે.

જીમાકોન-2024ના સેક્રેટરી ડો. ચેતન લાલસેતા, ડો. સંજય ભઠ્ઠ, અને ડો. પારસ શાહે કોન્ફરન્સની થીમ વિશે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર મતલબ કે આધુનિક-અનિયમીત જીવનશૈલીના કારણે ઉદભવતા રોગ હાલ આપણે ભાગ-દોડવાળી, ટેન્શનવાળી જંદગી જીવીએ છીએ. અનિયમિત- બેઠાડુ અને શ્રમના અભાવવાળી લાઈફ સ્ટાઈલના કારણે ઉદ્ભવતા રોગ હાલ પડકારજનક સ્થિતિમાં જોવા મળે છે. વર્તમાન જીવનશૈલીના કારણે હ્રદય રોગ, મગજના રોગ, માનસિક રોગ, ડિપ્રેશન, તાણ, નિરાશા, વધુ પડતી મેદસ્વીતા. સાંઘાના-કમરના દુ:ખાવા, પેટ-પાચનને લગતા દર્દ ખૂબ જોવા મળે છે. ઈન્ડેક્શથી થતા રોગ કરતા હાલ વાયુ પ્રસુપણ અને આહારમાં ભેળસેળના કારણે લોકો વધુ રોગમાં સપડાય છે. આ બધા પ્રકારના રોગ વિશે લોકોને જાગૃત કરવા અને લોકો આવા રોગમાં નો સપડાય એ માટે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ વિવિધ પ્રકારના રોગના નિદાન અને સાકવાર ક્ષેત્રે વિશ્વ કક્ષાએ થયેલ વિવિધ આધુનિક શોધ વિશે તબીબોને માહિતગાર કરવામાં આવશે.

કોન્ફરન્સની સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત, સુવેનિયરના એડીટર ડો. જય ધીરવાણી તથા ટ્રેઝરર ડો. તેજસ કરમટાએ જણાવ્યું હતું કે, કોન્ફરન્સમાં બે વિશેષ ઓરેશન રાખવામાં આવ્યા છે. જેમાં ડો. એસ. ટી. હેમાણી ઓરેશન અને ડો. પી. આર. ત્રિવેદી ઓરેશન એમ બે ઓરેશનમાં દેશના જાણીતા તબીબ દ્વારા વિસ્તૃત લેક્ચર-માર્ગદર્શન આપવામાં આવશે. કોન્ફરન્સમાં દેશ-વિદેશના અંદાજે બે હજારથી વધુ તબીબો, તબીબી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લેશે.

આઈ.એમ.એ.-રાજકોટના પ્રમુખ ડો. કાંત જોગાણી અને સેક્રેટરી ડો. અમીપ મહેતાનાના જણાવ્યા અનુસાર આઈ.એમ.એ. દ્વારા તબીબો સતત વિવિધ રોગની વિશ્વકક્ષાની સારવારથી જાણકાર રહે એ માટે તબીબો માટે શૈક્ષણીક અને તાલીમના સેમીનારો યોજાય છે.

જીમાકોન-24ના જોઈન્ટ સેક્રેટરી ડો. પ્રફુલ કમાણી, ડો. રૂૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા અને જોઈન્ટ ટ્રેઝરર ડો. પિયુષ ઉનડકટ અને ડો. જયેશ ડોબરીયાના જણાવ્યા અનુસાર ગુજરાત આઈ.એમ.એ. ની ટીમ દ્વારા લોકઉપયોગી કાર્યક્રમોની ઝુંબેશ સાથે ખાસ હદય રોગ બાબતે લોકોને જાગૃત કરવા વિશેષ સૈમીનારો ગુજરાતના તમામ મોટા સેન્ટરોમાં યોજાઈ રહ્યા છે.

જીમાકોન-24 ના સફળ આયોજન માટે રીશેપ્શન કમીટીના ચેરમેન ડો. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમીટીના ચેરમેનડો. અમીત અગ્રાવત, સુવેનિયર કમીટીના ચેરમેન ડો. જય ધીરવાણી, ઓડિયો વિઝ્યુઅલ કમીટીના ચેરમેન ડો. મિહિર તન્ના, ઈનોગ્રેશન ફંકશન કમીટીના ચેરમેન ડો. અમીત હપાણી, ફાયનાન્સ કમીટીના ચેરમેન ડો. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમીટીના ચેરમેન ડો. સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમીટીના ચેરમેન ડો. નિતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન ડો. વિજય નાગેચા, સ્પાઉસ પ્રોગ્રામ કમીટીના ચેરમેન ડો. સ્વાતિબેન પોપટ, રજીસ્ટ્રેશન કમીટીના ચેરમેન ડો. રશ્મી ઉપાધ્યાય, એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન ડો. નિતીન ટોલીયા, કુડ એન્ડ બેવરેજીસ કમીટીના ચેરમેન ડો. કમલેરા કાલરીયા, કીટ એન્ડ મેમેન્ટો કમીટીના ચેરમેન ડો. દેવેન્દ્ર શખોલીયા, એસ.ડબલ્યુ.સી. કમીટીના ચેરમેન ડો. વી. બી. કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમીટીની રચના કરવામાં આવી છે. ગુજરાત આઈ. એમ. એ. ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયા. સેંકેટરી ડો. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, જીમાકોન-2014ના ચેરમેન ડો. અતુલ પંડયા, કોન્ફરન્સ કો. ઓર્ડીનેટર ડો. યજ્ઞેશ પોપટ. ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (થીક) ડો. ચેતન લાલસેતા. ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીઠ) ડો. સંજય ભટ્ટ. ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડો. પારસ શાહ, રાજકોટ આઈ. એમ.એ. ના પ્રમુખ ડો. કાંત જોગાણી, સેકેટરી ડો. અમીપ મહેતા, જીમાકોન-2024ના કો. ચેરમેન ડો. એમ. કે. કોરવાડીયા, ડો. હિરેન કોઠારી, ડો. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમીટી ચેરમેન ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડો. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કમાણી, ડો. રૂૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડો પિયુપ ઉનડકટ, ડો. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડો. એસ. ટી. હેમાણી, ડો. સી. આર. બાલધા, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે.

Tags :
gujaratgujarat newsIndian Medical Assoc.GymConrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement